શોધખોળ કરો

Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો

Jamnagar: જામનગર શહેરમાં ગઇ મોડી રાત્રે બેડી વિસ્તારમાં અચાનક બે જૂથ આમને સામને આવી ગયા, અને બાદમાં મારામારી થઇ અને પછી સામસામે પથ્થરમારો કરાયો હતો

Jamnagar: ગુજરાતમાં ફરી એકવાર જૂથ અથડામણની ઘટના ઘટી છે. આ વખતે જામનગરમાં બે જૂથો વચ્ચે જોરદાર ઘર્ષણ, મારામારી અને બાદમાં પથ્થમારો થયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જામનગર શહેરમાં ગઇ મોડી રાત્રે બેડી વિસ્તારમાં અચાનક બે જૂથ આમને સામને આવી ગયા, અને બાદમાં મારામારી થઇ અને પછી સામસામે પથ્થરમારો કરાયો હતો. જોકે, કયા કારણોસર અથડામણ થઇ તે અંગે કોઇ કારણ સામે આવ્યુ નથી, હાલમાં પોસીસે બન્ને પક્ષો તરફથી ફરિયાદો લઇ તપાસ શરૂ કરી દીધી છે. 

ગુજરાતમાં જૂથ અથડામણની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ રાજકોટમાં કિન્નર જૂથો આમને સામને આવ્યા હતા, તો હવે જામનગરમાં પણ બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો છે. માહિતી પ્રમાણે, જામનગર શહેરમાં બેડી વિસ્તારમાં ગઇ મોડી રાત્રે બે જૂથો કોઇ કારણોસર આમને સામને આવી ગયા, જાહેર રૉડ પર બન્ને પક્ષોના ટોળા એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા અને બાદમાં પથ્થરમારો શરૂ થયો હતો. આ બબાલ કયા કારણોસર થઇ તે અંગે કોઇ ખુલાસો થયો નથી, પરંતુ અંગત અદાવતમાં બન્ને જૂથો વચ્ચે બબાલ થઇ હોવાની વાત સામે આવી છે. હાલમાં પોલીસે બન્ને પક્ષો તરફથી ફરિયાદો લઇ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે.

અમદાવાદછ નકલી પોલીસ બની ચીટિંગ કરનારો ગઠિયો ઝડપાયો 

અમદાવાદમાં નકલી પોલીસના ત્રાસથી હવે વેપારીઓ પણ નથી સુરક્ષિત. હાલમાં જ શહેરના વટવામાં નકલી પોલીસ બનીને વેપારી પાસેથી સોનાના દાગીના હડપી લેનારા ગઠીયાને પોલીસે દબોચી લીધો છે. માહિતી પ્રમાણે, વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વટવા વિસ્તારમાં એક સોનાના વેપારી જ્વેલર્સ જયસિંહ કુશવાહ પાસેથી ગઠીયાએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી હતી, અને ત્યાંથી 53 હજાર રૂપિયાના સોનાના દાગીના ખરીદ્યા હતા, જેમાં સોનાની વીંટી અને સોનાની બુટ્ટી સામેલ હતી. આરોપી ગઠીયાનું નામ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્ર જાડેજા છે, જેને વેપારીને 53 હજાર રૂપિયાનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયા બાદ વેપારીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ કરતાં નકલી પોલીસ ગઠીયો એટલે કે જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતેન્દ્ર જાડેજાના કાંડનો પર્દાફાશ થયો હતો. હાલમાં આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય

ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા

IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો

IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા

અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા

Embed widget