શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં એક-બે પુત્રી ધરાવતા દંપતિને અપાયાં પિંક કાર્ડ, જાણો શું મળશે મોટો સરકારી લાભ ? 

જિલ્લા કલેકટરે જણાવ્યું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઇનોવેટિવનેસ પિન્ક કાર્ડનું લોન્ચિંગ કર્યું છે. મારી દીકરી મારૂ અભિમાન અને મારૂં સ્વાભિમાન એ અંતર્ગત આ યોજના લાગુ કરી પિન્ક કાર્ડ ઇશ્યુ કરાયા છે.

જૂનાગઢઃ નવરાત્રિના નવરાત્રિના પ્રથમ દિવસે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓને પિન્ક કાર્ડની અનોખી ભેટ આપવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ એકશન પ્લાન ગુડ ગવર્નન્સ અંતર્ગત જૂનાગઢ પ્રાંતમાં જિલ્લા કલેકટર રચિત રાજ અને એસડીએમ અંકિત પન્નુએ પિન્ક કાર્ડ યોજનાનું ઉદઘાટન કરી લાભાર્થીઓને પિન્ક કાર્ડનું વિતરણ કર્યું હતું. 

જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઇનોવેટિવનેસ પિન્ક કાર્ડનું લોન્ચિંગ કર્યું છે. મારી દીકરી મારૂ અભિમાન અને મારૂં સ્વાભિમાન એ અંતર્ગત આ યોજના લાગુ કરી પિન્ક કાર્ડ ઇશ્યુ કરાયા છે. બેટી બચાવો, બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા આ કાર્ડ ઇશ્યુ કરાયા છે. આ યોજના અંતર્ગત જે દંપત્તિ 1 અથવા 2 દીકરી ધરાવે છે તેને આ કાર્ડનો ફાયદો મળશે. પિન્ક કાર્ડ ધરાવનારને સરકારી કચેરીઓમાં કોઇપણ જાતની કામગીરી માટે લાઇનમાં ઉભા રહેવું નહી પડે.

આવા કાર્ડ ધારકને સરકારી કામગીરીમાં પ્રાયોરિટી અપાશે. ગમે તેટલી લાંબી લાઇન હોય પિન્ક કાર્ડ ધારકોને સરકારી યોજનાના લાભ મેળવવા માટે લાઇનમાં ઉભવાથી મુક્તિ મળશે. દરમિયાન હાલ જૂનાગઢ તાલુકામાં પિન્ક કાર્ડ લોન્ચ કરાયા છે જેમાં જૂનાગઢ ગ્રામ્યમાં 1,618 અને શહેરમાં 1,000 લાભાર્થીઓ માટે કાર્ડ ઇશ્યુ કરાશે. અમે ઇચ્છીએ છીએ કે દરેક મા બાપ કે જે માત્ર દીકરી ધરાવે છે તે પોતાની દીકરી પ્રત્યે સ્વાભિમાન ધરાવે.

પિન્ક કાર્ડની કામગીરી હાલ માત્ર જૂનાગઢ સિટી અને ગ્રામ્ય માટે જ કરાશે. આ એક પ્રયોગ છે. આ પ્રાયોગિક કામગીરીની સમિક્ષા કરાશે બાદમાં આ કામગીરી સમગ્ર જિલ્લામાં લાગુ કરાશે.  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ બનાવાયું છે. આ કાર્ડમાં પરિવારનાં સભ્યોનું નામ હશે. તેમજ કુટુંબનાં વડા, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગતો રહેશે. તેમજ કાર્ડમાં મામલતદારની સહી પણ રહેશે.

ટોપ સ્ટોરી

સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Maharashtra: રાયગઢમાં દરિયામાં ડૂબી જવાથી 8 વિદ્યાર્થીઓના મોત, સ્કૂલ પિકનિક પર ગયા હતા
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: 2 ઓક્ટોબરે દેશના 22 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ 
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
સરકાર એક્શનમાં: એક જ દિવસમાં 2 IAS અધિકારીઓને કર્યા ફરજિયાત નિવૃત
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમમાં બદલાવ, પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને કોન મળશે તક?
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
બુધનું નક્ષત્ર પરિવર્તન આજે, 12 દિવસ 5 રાશિઓની ચમકશે કિસ્મત, ધનલાભના યોગ 
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી
Post Office: પત્ની સાથે પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને ₹9250 ની કમાણી
8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન
8th Pay Commission: 8માં પગાર પંચમાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? જુઓ કેલ્ક્યુલેશન
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Stock Market Crash: શેર બજાર અચાનક ક્રેશ, સેન્સેક્સ 950 પોઇન્ટ તૂટ્યો, જાણો કેમ બોલ્યો કડાકો
Embed widget