(Source: ECI/ABP News/ABP Majha)
Accident News: જૂનાગઢમાં માંગરોળ રોડ પર દ્વારકા દર્શનાર્થે જતા શ્રદ્ધાળુની ટાવેરાને નડ્યો અકસ્માત, 10 ઘાયલ
Junagadh News: બસ અને ટાવેરા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટાવેરામાં સવાર લોકો સોમનાથથી દ્વારકા દર્શનાર્થે જતા હતા.
Junagadh Nesws: ગુજરાતમાં અકસ્માતની વણઝરા ચાલુ જ છે. જૂનાગઢમાં માંગરોળ ગળુ રોડ પર અકસ્માત સર્જાયો છે. બસ અને ટાવેરા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટાવેરામાં સવાર લોકો સોમનાથથી દ્વારકા દર્શનાર્થે જતા હતા.
ગુજરાતના મુખ્ય સચિવ આવ્યા કોરોનાની ઝપેટમાં
ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેઓ નિવાસ સ્થાને પ્રાથમિક સારવાર લઈ રહ્યા છે.
સરકારે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારને થોડા દિવસો પહેલા જ 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. કેન્દ્ર સરકારે તેમના 31મી જાન્યુઆરી 2023 સુધીના એક્સટેન્શનને મંજૂરી આપી હતી જેના કારણે તેઓ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તંત્રને મદદરૂપ બનશે તથા નવી સરકારના ગઠન સુધી ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત રહેશે. તેઓ 1986ની બેંચના IAS અધિકારી છે.
પંકજ કુમારની કામગીરીથી વિજય રૂપાણી સરકાર પંકજ કુમારની કામગીરીથી પ્રભાવિત હોવાનું માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના અધિકારી તરીકે પણ પંકજ કુમારની ઓળખ થાય છે. તેઓ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત ગેસ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ જેવી સરકારી કંપનીઓના પણ ચેરમેન-એમડી પદે રહી ચુક્યા છે.
સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત લથડી છે. તેઓ કોરોનાથી સંક્રમિત છે. સમસ્યા વધ્યા બાદ તેમને રવિવારે સવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે તેમની હાલત સ્થિર છે. તેને થોડા દિવસો સુધી ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે.
નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા છે. સોનિયા ગાંધી 8 જૂને કોરોનાને કારણે હાજર થયા ન હતા. હવે તેને 23 જૂનની તારીખ આપવામાં આવી છે.