શોધખોળ કરો

Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરૂ, પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી બતાવીને અપાયો જંગલમાં પ્રવેશ

Junagadh: ગુજરાતમાં આજથી ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ રહી છે. ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે

Junagadh: ગુજરાતમાં આજથી ફરી એકવાર સિંહ દર્શનની શરૂઆત થઇ રહી છે. ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે, ચાર મહિના બાદ ફરીથી જુનાગઢના સાસણ ગીરમાં આજથી સિંહ દર્શન શરૂ થયુ છે. લાખોની સંખ્યામાં ફરી એકવાર પ્રવાસીઓ ઉમટી પડશે.

જુનાગઢમાં આવેલું સાસણગીર એશિયાટીક સિંહોનું ઘર છે, ગુજરાતના જાણીતા નેશનલ પાર્ક સાસણ ગીર આજથી પ્રવાસીઓ માટે ખુલી ગયુ છે. ચોમાસાની સિઝન મોટાભાગના વન્યજીવો માટે સંવનનકાળ હોવાથી વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન હતુ જે આજે પુરુ થઇ રહ્યું છે. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે આજે વન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને જીપ્સીમાં લીલી ઝંડી બતાવીને જંગલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Junagadh: આજથી સાસણમાં સિંહ દર્શન શરૂ, પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી બતાવીને અપાયો જંગલમાં પ્રવેશ

ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન દરમિયાન જંગલના તમામ રસ્તાઓ કાચા હોવાથી મોટા પ્રમાણમાં ધોવાણ પણ થઈ જાય છે, જેથી વાહનો લઈને અવર જવર કરવી શકય નથી. પ્રવાસીઓને સિંહદર્શન માટે સાસણમાં માત્ર દેવળીયા પાર્ક જ ખુલ્લુ રાખવામાં આવે છે. અને તે પણ વરસાદ ન હોય તો જ. જો ભારે વરસાદ હોય તો દેવળીયા સફારી પાર્ક પણ બંધ કરી દેવામાં આવે છે. વેકેશનના છેલ્લા પંદર દિવસ બાકી હોવાથી સાસણમાં પ્રવાસીઓની ભીડ રહે છે. પંદર દિવસ બાદ સાસણની બજારો પણ સુમસામ થઈ જશે.

રાજયના આ 11 જિલ્લામાં આગામી 4 દિવસ રહેશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે  આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી  મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે 11 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવો વરસાદ  વરસી શકે છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી જેમાં . રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે આ સ્થળો પર  હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના કેટલાક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.   સુરત,નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે.સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લો થયા તેની વાત કરીએ તો રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે  કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, તો મધ્ય ગુજરાતના 15 ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.

આ પણ વાંચો

Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાંSharemarket : શેરમાર્કેટ ખૂલ્યુ ભારે ઉછાળા સાથે, સેન્સેક્સ ખૂલ્યો 450 પોઈન્ટના વધારા સાથેAmreli: MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાKhyati Hospital Scam: ઓપરેશન કાંડના આરોપીના ઘરેથી મળી ચોંકાવનારી વસ્તુઓ, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત
Embed widget