Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો
Kutch: ભારે પવન સાથે વરસાદ ખાબકતા રાપરમાં ખેડૂતોને નુકસાન થયું હતું. રાપર, ગાગોદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
![Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો There was heavy rain in Rapar of Kutch Kutch: કચ્છના રાપરમાં ખાબક્યો ભારે વરસાદ, પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન પણ તણાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/15/6085f9e25f19bc91d560632b286c9d5a172899926029674_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kutch: કચ્છના રાપરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદથી રાપરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મળતી જાણકારી અનુસાર, કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે રાપરના મુખ્ય બજારોમાં નદીની માફક પાણી વહેતા થયા હતા. પાણીના ધસમસતા પ્રવાહમાં સામાન તણાઇ ગયો હતો. ભારે પવન સાથે વરસાદ ખાબકતા રાપરમાં ખેડૂતોને નુકસાન થયું હતું. રાપર, ગાગોદર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
રાપર શહેર સહિત તાલુકાના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાગોદર સહિતના ગામોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સતત ત્રીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. તો જિલ્લાના મુખ્ય મથક ભૂજ અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો. માધાપરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તો ભચાઉ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
વલસાડ જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાપી, પારડી, કપરાડા, ઉમરગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. અનેક સ્થળોએ ઝાડ અને વીજ થાંભલા ધરાશાયી થયા હતા. ડાંગર સહિતના પાકને મોટું નુકસાન થયું હતું. ગાજવીજ અને વાવાઝોડા જેવા માહોલમાં વરસાદ વરસ્યો હતો. વાપી પારડી કપરાડા ઉમરગામ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઝાડ અને વીજળીના થાંભલા પડતા અનેક જગ્યાએ રસ્તાઓ પણ બંધ થયા હતા.
મહેસાણાના કડીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કડીના દેત્રોજ રોડ પર પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સોયાબીન,મકાઈ, કપાસ અને તુવેરના પાકને નુકસાન થયું છે. સોયાબીનનો પાક સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો હતો. એવા સમયે જ વરસાદ વરસતા ખેડૂતોના મુખે આવેલો કોડિયો છીનવાઈ ગયો હતો. ત્યારે જ ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે, છોટાઉદેપુર જિલ્લામાં જ્યારે પણ ખેતીમાં કુદરતી આફતથી નુકસાન થાય છે ત્યારે સર્વે કરવામાં આવતો નથી.
Gujarat rain forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાતમાં લાવશે વરસાદ? જાણો શું છે આગાહી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)