શોધખોળ કરો
Advertisement
સૌરાષ્ટ્રના કયા પાટીદાર નેતાએ ભાજપમાંથી આપી દીધું રાજીનામું? કયા મંત્રી સામે કર્યા આક્ષેપો?
જૂનાગઢના પાટીદાર આગેવાન અને પૂર્વ મહામંત્રી નીતિન ફળદુએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે માત્ર ટિકિટ અને મંત્રી બનવા આવતા નેતાઓ સામે નારાજગી વ્ચક્ત કરી છે.
જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ થયું છે. જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભંગાણ ભંગાણ થયું છે. જૂનાગઢના પાટીદાર આગેવાન અને પૂર્વ મહામંત્રી નીતિન ફળદુએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે માત્ર ટિકિટ અને મંત્રી બનવા આવતા નેતાઓ સામે નારાજગી વ્ચક્ત કરી છે.
તેમણે જવાહર ચાવડાને ભાજપમાં લઈને મોટું પાપ કર્યું હોવાનો રાજીમામાં ઉલ્લેખ કર્યો છે. તેમણે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામું પત્રમાં લખ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી ભાજપ દ્વાર કડવા પટેલ સમાજને અન્યાય થતો હોય, તેના ચોક્કસ કારણો ઘણા સમયથી જાણવા મળેલ છે. પાટીદાર આંદોલન સમયે ગમે તેવા પડકાર જીલીને પણ ભાજપ સાથે રહ્યો હતો. તેમજ છતાં જિલ્લા સંગઠન તથા ચૂંટાયેલા ધારાસભ્ય દ્વારા પાટીદાર સમાજને રાજકીય રીતે ખૂબ મોટું નુકસાન ચાલી રહ્યું છે.
પાટીદાર અનામત આંદોલનમાં જે લોકોએ પાટીદાર સમાજનો ઉપયોગ કરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બનેલા અમુક લાલચું વ્યક્તિઓ આજે તે જ લોકો ભાજપમાં ટિકિટ આપવાની શરતે પાર્ટીમાં જોડાયેલા હોય એ ખુબ દુઃખની બાબત છે. ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડવાનું અભિયાન શરૂ કર્યું તે યોગ્ય છે, પણ પાટીદાર સમાજમાં આ અભિયાન શરૂ કર્યું તે ખૂબ ગંભીર નિર્ણય છે.
ગુજરાતમાં 182 ધાર્સભ્યોમાંથી સૌથી વધારે નરેન્દ્ર મોદી સાહેબને અપશ્બદો કેવા, જાહેરમાં અપમાન કરવું, મોદી સાહેબને જાહેરમાં જાહેરમાં નામ ખરાબ કરવું તેવા ધારાસભ્યને ભાજપમાં ળઈ ખૂબ મોટું પાપ થયું છે. ભાજપમાં આ ધારાસભ્યને કારણે જૂથવાદ, જ્ઞાતિવાદ જેવા અનેક પ્રકારના વિવાદો થયા છે. રાજીનામું આપવાના ઘણા બધા કારણો છે કે આવનારા સમયમાં ભાજપને નડતર રૂપ થાશે. આ બધી બાબતોને ધ્યાને લઈને મારું રાજીનામું સ્વીકારવા નમ્ર અરજ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion