શોધખોળ કરો
20 કર્મચારીઓને કોરોના થતાં ગુજરાતની કઈ પાલિકામાં કામગીરી કરી દેવાઇ બંધ? જાણો વિગત
જૂનાગઢની કેશોદ નગરપાલિકા કર્મચારીઓએ કચેરીની કામગીરી કરી બંધ કરી છે. 20 જેટલા નગરપાલિકા કર્મચારીઓએ કરી કામગીરી બંધ કરી દીધી છે.

જૂનાગઢઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જૂનાગઢની કેશોદ નગરપાલિકા કર્મચારીઓએ કચેરીની કામગીરી કરી બંધ કરી છે. 20 જેટલા નગરપાલિકા કર્મચારીઓએ કરી કામગીરી બંધ કરી દીધી છે. કોરોનાના વધતા સંક્રમણથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકાના સાતથી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. અગાઉ પણ નાયબ કલેકટરને રજૂઆત કરાઈ હતી. નાયબ કલેકટરને ફરીથી રજુઆત કરવામાં આવી છે. અન્ય કર્મચારીઓને કામગીરી સોંપવાની માંગ કરાઈ છે. અન્ય કર્મચારીઓને કામગીરી નહી સોંપાઈ ત્યાં સુધી ઓફિસ કામગીરી બંધ રહેશે.
વધુ વાંચો





















