શોધખોળ કરો

ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં માવઠાને લઈ આગાહી કરી છે.  પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી ફેબ્રુઆરીના પ્રથમ  સપ્તાહમાં રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થઈ શકે છે.

અમદાવાદ : ગુજરાતમાં ઘણા સમયથી ઠંડીમાં ઘટાડો થયો છે. હાલમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.  આ કારણે દિવસે ગરમી અને રાત્રે ઠંડી લાગે છે.  હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં માવઠાને લઈ આગાહી કરી છે.  પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી ફેબ્રુઆરીના પ્રથમ  સપ્તાહમાં રાજ્યના કેટલાક ભાગમાં માવઠું થઈ શકે છે, જ્યારે કેટલાક વિસ્તોરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 

ગુજરાત પર માવઠાનું સંકટ

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે. જેમાં ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત પર માવઠાનું સંકટ છે. આ  કારણે રાજ્યના અનેક વિસ્તારમાં 3,4 અને 5 ફેબ્રુઆરીના દિવસે અલગ-અલગ વિસ્તારોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં અસર જોવા જોવા મળશે

વધુમાં તેમણે જણાવ્યું કે,  માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં  બનાસકાંઠા, મહેસાણા, થરાદ અને સાબરકાંઠામાં માવઠાની શક્યતા છે.  મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ 3, 4 તારીખે એકદમ સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરામાં પણ 4 ફેબ્રુઆરીના રોજ  ઝાપટું પડી શકે છે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, બોટાદ, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢમાં 3 અને 4 તારીખે મધ્યમથી સામાન્ય ઝાપટાં પડે તેવી શક્યતા  છે. જ્યારે  અરવલ્લી, મહિસાગર અને દાહોદ જેવા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ  દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, સુરત અને વલસાડમાં 5 ફેબ્રુઆરીના રોજ હળવાથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. 

અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાનું પ્રથમ સપ્તાહ અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ફેબ્રુઆરીમાં પ્રથમ અઠવાડિયામાં ખેડૂતોએ સાવચેત રહેવું જોઈએ. માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતમાં જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. 

છેલ્લા કેટલાક સમયથી શુષ્ક વાતાવરણ ચાલી રહ્યું છે. થોડાક દિવસો પહેલા રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી હતી. જે અનુસાર આજથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ગુજરાતમાં ફરીથી અચાનક ઠંડી વધી ગઈ છે. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. 

કડકડતી ઠંડી વચ્ચે અંબાલાલની માવઠું થવાની આગાહી, ક્યારે ને કયા વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget