(Source: Poll of Polls)
Kutch : વીજળી પડતાં 21 ઘેંટાના મોત, માલધારી પર તૂટી પડી આફત
નખત્રાણાના રામપર સરવામાં 21 ઘેટાના મોત નીપજ્યા છે. આકાશી વીજળી પડવાથી મોત થયા છે. ગત મોડી રાત્રીના બનાવ બન્યો હતો. મોટી સંખ્યામાં ઘેટાં બકરાના મોત થતા માલધારી ઉપર આભ તૂટી પડ્યું છે.
કચ્છઃ નખત્રાણાના રામપર સરવામાં 21 ઘેટાના મોત નીપજ્યા છે. આકાશી વીજળી પડવાથી મોત થયા છે. ગત મોડી રાત્રીના બનાવ બન્યો હતો. મોટી સંખ્યામાં ઘેટાં બકરાના મોત થતા માલધારી ઉપર આભ તૂટી પડ્યું છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે તો ક્યાંક અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
બનાસકાંઠામાં વરસાદ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો લાખણી અને કાંકરેજ તાલુકામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો કાંકરેજ તાલુકાના શિહોરી. ઉબરી, ખીમાણા, કંબોઈ સહિતના ગામોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. હનુમાન ટેકરી, ધનિયાણા ચોકડી અને ખેમણા પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. સારા વરસાદને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ડેમની જળસપાટીમાં સાડા પાંચ ફૂટનો વધારો થયો છે. જો કે, દાંતીવાડા ડેમ હજુ 90 ટકા ખાલી છે.
સાબરકાંઠામાં ધોધમાર વરસાદ
સાબરકાંઠાના હિંમતનગર થયું પાણી-પાણી. મંગળવારે બપોરના 12 વાગ્યે મેઘરાજાએ હિંમતનગરમાં કરી ધમાકેદાર એંટ્રી થઈ હતી. શહેરના મોતીપુરા, મહાવીરનગર, ટાવર ચોક, સિવિલ સર્કલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી પડી હતી. તો શહેરની સાથે આસપાસના હડિયોલ, કાંકણોલ, ભોલેશ્વર સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદને લઈ હિંમતનગર તાલુકાના ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા. તો વડાલી તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. વડાલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે તો અરવલ્લી જિલ્લામાં પણ યથાવત છે મેઘમહેર. માલપુર અને ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો જિલ્લાના મુખ્યમથક મોડાસામાં પણ વરસાદ વરસ્યો.
Watch : મિત્રોએ ના પાડી છતાં યુવકે લીધો ડ્રગ્સનો ઓવરડોઝ ને નીપજ્યું મોત, અંતિમ અને સ્ફોટક વીડિયો વાયરલ
વડોદરાઃ સમા વિસ્તારના ફ્લેટમાંથી બે દિવસ પહેલા ડ્રગ્સના ઓવરડોઝથી યુવકનું મોત નિપજ્યાનું તારણ સામે આવ્યું છે. ડ્રગ્સના ઓવરડેઝને લીધે મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મૃતક વિવેકનો અંતિમ અને સ્ફોટક વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં ડ્રગ્સ પોતે પોતાની રીતે લાવ્યો અને લેતો હોવાની કબુલાત કરાવાઇ રહી છે.
વિવેક કહી રહ્યો છે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું, મુજે કોઈ પિલા નહી રહા હૈ.. મેં ખુદ માલ ઔર સીરીંઝ લેકે આયા હું. મૃતક વિવેક કરણ પીને આવ્યો હોવાથી ફ્લેટ પર રોકાવાની અમે ના પાડતા પણ રોકાયો, જેથી અમે પોતાની સેફટી માટે વિડિઓ બનાવ્યો, તેમ કૈલાસ ઉર્ફે પરિન ભંડારીએ જણાવ્યું હતું. આ મામલે સમા પોલીસ સ્ટેશને કાર્યવાહી શરૂ કરી છે.
સમા પોલીસે બલજીત રાવત અને પરીન ભંડારીની પૂછપરછ કરી હતી. તેઓ ડ્રગ્સ કે દારૂ લઈ રહ્યા છે કે નહીં તે મામલે તેમના બ્લડ સેમ્પલ લેવાયા હતા. જે સેમ્પલ સુરત ફોરેન્સિકમાં મોકલાયા છે. બલજીત રાવત ગુનેગાર છે અને આ પહેલા પણ તેની સામે ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સમા પોલીસને ચોપડે દ્રગ્સ નેટવર્ક ચલાવતા હોવાના મામલે બલજીત રાવત, નેહા અને પરીમ ભંડારી સામે ગુના નોંધાયા છે. સમાં પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માં જોડાઈ. જાણકારોના મત મુજબ ચિત્તા ડ્રગ્સ ફટકડી જેવા સ્ફટિકના સ્વરૂપમાં આવે છે. ચરસ - ગાંજો તેમજ એમ.ડી દ્રગ્સ વચ્ચે ની કેટેગરી માં ચિત્તા ડ્રગ્સ આવે છે.
Surat : એક રીક્ષા ચાલકે બીજા રીક્ષા ચાલકની ચપ્પુના ઘા મારીને કરી નાંકી હત્યા, શું છે કારણ?
સુરતઃ શહેરમાં રિક્ષા ચાલકો વચ્ચે બબાલ થતાં ચપ્પુના ઘા ઝિંકીને એક રીક્ષા ચાલકની હત્યા કરી નાંખવામાં આવી છે. સરથાણા પોલીસે આરોપી ઝડપી લીધો છે. રીક્ષા ચાલકે બીજાને છાતીના ભાગે ચપ્પુ મારી દેતા મોત થયું. સૌરાષ્ટ્રથી સુરત આવતી બસમાંથી ઉતરતા પેસેન્જરને રિક્ષામાં બેસાડવાને લઈને બે રીક્ષા ચાલકો વચ્ચે બબાલ સર્જાઇ હતી. સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.