Kutch : બાઇક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત
ભચાઉના વોંધ નજીક અકસ્માતમાં 3નાં મોત નીપજ્યા છે. બાઈક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 વ્યકિતઓના ઘટના સ્થળે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

કચ્છઃ ભચાઉના વોંધ નજીક અકસ્માતમાં 3નાં મોત નીપજ્યા છે. બાઈક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 2 વ્યકિતઓના ઘટના સ્થળે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ભચાઉ - સામખિયાળી હાઇવે પર અકસ્માત થયો હતો. જીજે 17 યુયુ 9582 નંબરની આઇસરે બાઇકને અડફેટે લેતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે.
Surendranagar : યુવક-યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને કરી લીધો આપઘાત, ઘટનાસ્થળેથી મળી આવ્યો પાંચ વર્ષનો બાળક
સુરેન્દ્રનગરઃ મુળી તાલુકાના દિગસર ગામ પાસે પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કર્યું છે. બને પ્રેમી પંખીડા એક ન થઈ શકતા સજોડે મોતને વ્હાલું કરી જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ઘટના સ્થળેથી અંદાજે પાંચ વર્ષનો બાળક પણ મળી આવ્યો છે. રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બન્ને મૃતકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
Surat : સગીરાને લગ્નની લાલચ આપી યુવકે બાંધ્યા શારીરિક સંબંધ ને રહી ગયો ગર્ભ, પછી તો......
સુરતઃ સુરતના કાપોદ્રામાં લગ્નની લાલચ આપી મોલમાં ફરવા લઈ જઈ યુવકે દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી ગયો છે. સગીરાની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતી હોવાનું તબીબી તપાસમાં સામે આવ્યું હતું. ખોડીયારનગરના યુવક સામે ફરિયાદ નોધાઈ છે. સગીર છોકરી સાથે આચરાયેલા દુષ્કૃત્યના કારણે કિશોરી ગર્ભવતી હોવાનો તબીબી તપાસમાં ખુલાસો થતાં કિશોરીના પરિવારજનો ઉપર આફત તૂટી પડી છે.
પોલીસ ફરિયાદમાં સગીરાએ જણાવ્યું છે કે, આરોપીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. યુવક સગીરાને મોબાઈલ નંબર આપી તેની સાથે વાતચીત કરી લગ્ન કરવાની લાલચ આપી મોલમાં ફરવા લઈ જતો હતો. બાદમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. આ અંગે સગીરાએ યુવક સામે ફરિયાદ આપતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
