Kutch: ભૂજમાંથી ગુમ થયાના 23 દિવસ બાદ યુવતીનો મૃતદેહ મળ્યો, યુવક સામે નોંધાવી હતી બળાત્કારની ફરિયાદ
કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે.
કચ્છમાં દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર, દુષ્કર્મની ફરિયાદ કરનારી યુવતી જ્યુબિલી સર્કલથી ગુમ થઈ હતી. ગુમ થયાના 23 દિવસ બાદ યુવતીનો મૃતદેહ ભુજ-મુન્દ્રા રોડ પરથી ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. અગાઉ મૃતક યુવતીએ ઓક્ટોબરમાં નખત્રાણામાં ભારાસરના યુવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીની લાશ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીને મારી નાખવામાં આવી કે આત્મહત્યા કરી તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.
યુવતી જ્યુબિલી સર્કલ પરથી ગુમ થયાના 23 દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. નખત્રાણાના સુખપર રોહા ગામની યુવતી ભૂજના જ્યુબિલી સર્કલ પરથી ગુમ થઇ હતી. તેનો મૃતદેહ ભૂજ-મુંદ્રા રોડ પરથી બાવળની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.
Valsad Student Death: વલસાજની કોલેજમાં પણ એક વિદ્યાર્થીનું મોત
રાજકોટમાં વિદ્યાર્થિનીનું સ્કૂલમાં મોત થયું હતું બાદ વલસાડ કોલેજમાં પણ ચાલુ ક્લાસે S.Y.B.Aમાં Aમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ચાલુ કલાસમાં ખેંચ આવી જતાં તેમનું મોત થયું હતું. ખેંચ આવતા વિદ્યાર્થીને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો..પરંતુ હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો...વિદ્યાર્થીનું નામ આકાશ પટેલ હોવાની માહિતી છે..અને તે વલસાડના મોગરા વાડી વિસ્તારમાં રહેતો હતો
Rajkot Student Death: સ્કૂલમાં વિદ્યાર્થીના મોતના મામલે રાજય સરકારે માગ્યો અહેવાલ
Rajkot Student Death:રાજકોટ સ્કૂલમાં વિદ્યાર્થિનીના મૃત્યુના મામલે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજય સરકારે સમગ્ર ઘટના મામલે રિપોર્ટ માગ્યો છે.
રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં જ્યારે ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. વિદ્યાર્થિની બેન્ચ પરથી ઢળી પડી હતી અને બાદ તેને હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી. પરિવારજનોનો અરોપ છે કે,. ઠંડીના કારણે બાળકીને હાર્ટ અટેક આવી ગયો અને તાબડતોબ ટ્રીટમેન્ટ ન મળતાં બાળકીનું મૃત્યુ થઇ ગ.યું આ મામલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને સમગ્ર ઘટનાસ અંગે સ્કૂલ પાસેથી રિપોર્ટ માગ્યો છે. બાળકીના મૃતદેહને પીએમ માટે લઇ જવાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘટના અંગે વધુ સ્પષ્ટતા થશે અને એ દિશામાં પગલા લેવાશે
શું છે સમગ્ર મામલો
- રાજકોટઃ રાજકોટના ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં જ્યારે ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, ગોંડલ રોડ પર આવેલી એ. વી. જસાણી સ્કૂલમાં સવારે 7 વાગીને 23 મિનિટે વિદ્યાર્થિની અચાનક ધ્રુજારી ઉપડ્યા બાદ બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બાદમાં વિદ્યાર્થીનીના માતાપિતાને પણ આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાદમાં પોસ્ટમોર્ટમ માટે વિદ્યાર્થિનીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો.
પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. પ્રાથમિક તારણ અનુસાર હાર્ટ એટેકના કારણે બાળકીનું મોત થયાનું અનુમાન છે. તો આ તરફ મૃતક વિદ્યાર્થિનીના માતા-પિતાએ કેટલાક ગંભીર સવાલ પણ ઉઠાવ્યા હતા. મૃતક વિદ્યાર્થિનીના માતાના મતે ઠંડીના કારણે તેની દીકરીનું મોત થયું હતું. જેમાં શાળા સંચાલકો અને શિક્ષણ વિભાગ પણ જવાબદાર છે. શાળા સંચાલકો પોતાના જ સ્વેટર પહેરવા માટે બાળકોને મજબૂર કરે છે. જેમાં બાળકો ઠંડી ઝીલી શકતા નથી. મૃતક બાળકીની માતાએ સવાલ કર્યો કે બાળકો જેકેટ પહેરીને આવે તો તેમાં શાળાઓને શું વાંધો હોઈ શકે. સાથે જ કહ્યું કે શિયાળામાં શાળાની સવારની પાળીનો સમય મોડો હોવો જોઈએ.