શોધખોળ કરો

Kodinar: ખેતરમાં વીજ કરન્ટથી સિંહણનું મોત, પાપ છુપાવવા ખેડૂતે મૃતદેહ સળગાવી દીધાનો આરોપ

કોડીનાર: આલિદર ગામે વીજ કરન્ટથી સિંહણના મોત બાદ ડેડ બોડીને સળગાવી પુરાવાનો નાશ કર્યાનો બનાવ સામે આવ્યો છે. હવે આ મામલે બાતમીના આધારે વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કોડીનાર: આલિદર ગામે વીજ કરન્ટથી સિંહણના મોત બાદ ડેડ બોડીને સળગાવી પુરાવાનો નાશ કર્યાનો બનાવ સામે આવ્યો છે. હવે આ મામલે બાતમીના આધારે વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આલિદર ગામે વાડી વિસ્તારમાં જ્યાં વન વિભાગને બાતમી મળી હતી કે અહીં એક ખેડૂતની વાડી પર જતાં વીજ તારમાં કરન્ટના કારણે બે દિવસ પહેલા સિંહણનું મોત થયું અને ત્યારબાદ પાપ છુપાવવા તે સિંહણને સળગાવી સગેવગે કરી દેવાય.

ત્યાર બાદ વન વિભાગને બાતમીના આધારે ગત રાત્રીથી જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને આખરે ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી. જો કે સમગ્ર બાબતે વન વિભાગે મીડિયા સામે બોલવા સ્પષ્ટ ઇનકાર કર્યો છે. વન વિભાગે વીજ વિભાગની ટીમ બોલાવી અને તપાસ હાથ ધરી છે. એવું પ્રાથમિક જાણવા મળ્યું કે, ખેતર નજીક આગ સળગાવી હોવાના પુરાવા અને હાડકા મળી આવ્યા છે. વીજ વિભાગના મતે ખેડૂતે ગેરકાનૂની રીતે ટ્રાન્સફોર્મરમાંથી પાવર ચોરી કરી લગભગ 500 મીટરથી લાંબી વીજ તાર લંબાવ્યો હતો. જે ઘણી જગ્યાએ બ્રેક હોવાના કારણે કરન્ટ લાગ્યો હોઈ શકે છે. જો કે સાચી હકિકત તપાસ પુરી થયા બાદ જ સામે આવશે.

ભાજપે વધુ ત્રણ ઉમેદવાર જાહેર કર્યા

ગુજરાત ચૂંટણીને લઈ ભાજપે 182 બેઠકમાંથી 181 ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે ભાજપે ત્રણ ઉમેદવાર જાહેર કર્યા છે. માંજલપુરના ઉમેદવાર જાહેર થયા નથી. ગરબાડા, ખેરાલુ, માણસા બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે.

કોને મળી ટિકિટ

માણસાથી જયંતિ પટેલ, ગરબાડાથી મહેંદ્ર ભાભોર અને ખેરાલુથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ મળી છે. વડોદરાની માંજલપુર બેઠકનું કોકડું હજુ ઉકેલાયું નથી.

ચૂંટણી લડવા આ લોકોના અભરખાં રહ્યા અધૂરા

ખેરાલુથી ચૂંટણી લડવાના જયરાજસિંહ પરમારના અભરખા અધૂરા રહ્યા છે. માણસાથી અમિત ચૌધરીને ટિકિટ મળી નથી. ખેરાલુ બેઠક પર રેખા ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું. ખેરાલુ બેઠક પર 2017માં પેટા ચૂંટણીમાં જીતનારા અજમલજી ઠાકોરની પણ ટિકિટ કપાઈ છે.

કોને આપ્યું પ્રતિનિધિત્વ

ભાજપે ખેરાલુ બેઠક પરથી ચૌધરી તો માણસા બેઠક પર પટેલ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે.

ગુજરાતમાં ક્યારે યોજાશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબકકાનું મતદાન યોજાશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવેલા નિયમો અનુસાર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર, તેમના પર નોંધાયેલા ગુના,  ટિકિટ આપવાનું કારણ અને એકપણ ગુનો નહીં ધરાવતા દાવેદારને સ્થાને આ ગુનાઈત ઉમેદવાર જ કેમ તેની વિગતો જારી કરી છે. જેમાં ભાજપે આ ગુનાઈત ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કરતાં તેની  'લોકપ્રિયતા' નું બહાનું રજૂ કર્યું છે. સામાન્ય રીતે પ્રત્યેક ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરતી વખતે પોતાની સામે કોઇ ગુનો નોંધાયો હોય તો તેની વિગત એફિડેવિટમાં દર્શાવવી પડે છે. હવે  સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ બાદ ચૂંટણી પંચ દ્વારા એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે પ્રત્યેક પક્ષે ગુનાઈત ઉમેદવારની વિગતો-તેને ટિકિટ આપવાનું કારણ માધ્યમો દ્વારા ૩ વખત પ્રકટ કરાવવી પડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારનો નિયમ પ્રથમવાર અમલી થયો છે. આ નિયમના ભાગરૃપે ભાજપ દ્વારા30૦ ગુનાઈત ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક ઉમેદવારો પર અનેક ગુના હોવા છતાં તેઓ લોકપ્રિય છે, પક્ષના સંનિષ્ઠ કાર્યકર છે, કર્તવ્યનિષ્ઠ છે, ગુનો નહીં ધરાવતા અન્ય દાવેદારો કરતાં તે વધારે સારો વિકલ્પ છે તેવા વિવિધ કારણો આપ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની આદિવાસીઓને સલાહ: 'કેમિકલયુક્ત દારૂ પીવા કરતા ઘરે મહુડાનો દારૂ બનાવી પીવો'
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતના આ 15 જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની આગામી 7 દિવસની મોટી આગાહી
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દારુ નકલી, અસલી મહુડો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં કોણે ફોડી સોપારી ?
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
LPG Price Hike: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
FIFA World Cup: ઈરાકના સ્ટાર ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર કર્યો ડિટેઈન, સાત કલાક બાદ છોડ્યો
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
NEET રી-એક્ઝામ અગાઉ પેપર લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ શું કરી અપીલ?
T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન
T20 કેપ્ટન બદલવા અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા; જાણો સૂર્યકુમાર વિશે શું બોલ્યો હિટમેન
હવે Instagramનો ઉપયોગ કરવા માટે આપવા પડશે રૂપિયા? કંપનીએ ભારતમાં લોન્ચ કર્યા નવા પ્લાન
હવે Instagramનો ઉપયોગ કરવા માટે આપવા પડશે રૂપિયા? કંપનીએ ભારતમાં લોન્ચ કર્યા નવા પ્લાન
આ દિવસે ખાતામાં આવી શકે છે PM કિસાન યોજનાનો 23મો હપ્તો, જાણીલો લેટેસ્ટ અપડેટ
આ દિવસે ખાતામાં આવી શકે છે PM કિસાન યોજનાનો 23મો હપ્તો, જાણીલો લેટેસ્ટ અપડેટ
ટેનિસની નવી ક્વિન બની Mirra Andreeva, ફ્રેન્ચ ઓપન જીતવા પર મળ્યા 27.7 કરોડ
ટેનિસની નવી ક્વિન બની Mirra Andreeva, ફ્રેન્ચ ઓપન જીતવા પર મળ્યા 27.7 કરોડ
Embed widget