શોધખોળ કરો
Advertisement
અમદાવાદ અને ગાંધીનગરના કોરોના વોરિયર્સ પર હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષા, જુઓ આ રહી તસવીરો
ભારતીય વાયુ સેનાએ આજે તેમના ખાસ લડાકુ વિમાન દ્વારા દેશની હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરીને કોરોના વાયરસના સેવાને બિરદાવવાની સાથે સાથે તેમનો સેવાનો જુસ્સો બુલંદ કર્યો હતો
કોરોનાનું સંક્રમણ ખાડવા વિવિધ ક્ષેત્રે અનેક લેકો કોરોના વોરિયર્સ બનીને આપણું રક્ષણ કરી રહ્યા છે, ત્યારે ભારતીય વાયુ સેનાએ આજે તેમના ખાસ લડાકુ વિમાન દ્વારા દેશની હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરીને કોરોના વાયરસના સેવાને બિરદાવવાની સાથે સાથે તેમનો સેવાનો જુસ્સો બુલંદ કર્યો હતો. અમદાવાદ સ્થિત એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા એસ.વી.પી હોસ્પીટલ ઉપર પણ આજે સવારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પવર્ષા કરીને સેવાને બિરદાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ પરિસરમાં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તથા એસવીપી હોસ્પિટલમાં કોરોના વાયરસના અનેક દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આ દર્દીઓની સેવા સુશ્રુષા માટે અનેક તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને સેવકો છેલ્લા કેટલાક દિવસોથી કાર્યરત છે. ત્યારે તેમની આ સેવાના સન્માન રૂપે ભારતીય વાયુસેનાની આ પુષ્પ વર્ષાએ તેમના સેવા જુસ્સાને બુલંદ બનાવ્યો હતો.
કોરોના સામેની જંગ લડી રહેલા તબીબી કર્માચારીઓ અને નર્સનો આભાર માનીએ તેટલો ઓછો છે. આવા સમયે ભારતીય વાયુસેનાએ સમગ્ર રાષ્ટ્ર વતી સૌ કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માનીને તેઓનું મનોબળ વધાર્યું છે.
ગાંધીનગરમાં પણ કોરોના વોરિયર્સને હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને સન્માન કર્યું હતું. હોસ્પિટલમાંથી ડોક્ટર્સ, નર્સ સહિતનો સ્ટાફ હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા આ ઉપરાંત ગાંધીનગરના લોકો પણ હેલિકોપ્ટરમાંથી થતી પુષ્પવર્ષા જોવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion