શોધખોળ કરો
Advertisement
આજે પોષી પૂનમ પર મા અંબાજીનો પ્રાગટ્યોત્સવ યોજાશે, આ વર્ષે કોરોનાને કારણે ઉજવણી સાદગીથી થશે
આજના દિવસે મા અંબાના અનેક મંદિરોમા માતાજીની આરાધના અને ઉપાસના થતી હોય છે.
આજે પોષી પૂનમ છે. પોષી પૂનમ એટલે માઁ અંબાનો પ્રાગટ્યોત્સવ. જોકે આ વર્ષે કોરોનાને કારણે પોષી પૂનમ પર મા અંબાના પ્રાગટ્યોત્સવની ઉજવણી સાદગીથી કરાશે. આ પ્રસંગે મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
આજે પરંપરા મુજબ શક્તિપીઠ ગબ્બરની અખંડ જ્યોતના અંશો મા અંબાના મંદિરની જ્યોતમા સમર્પિત કરવામા આવશે. જ્યારે મંદિર ચાચર ચોકમા ગાઈડ લાઈન મુજબ શક્તિ યજ્ઞનો પ્રારંભ કરવામા આવશે.
આજના દિવસે મા અંબાના અનેક મંદિરોમા માતાજીની આરાધના અને ઉપાસના થતી હોય છે. અમદાવાદમા અતિ પ્રાચીન એવા માધુપુરા વિસ્તારમા અંબાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરમા માતાજીના પ્રાગટ્ય દિવસે અન્નકૂટ તેમજ હવન-યજ્ઞનું પણ આયોજન કરવામા આવ્યું છે.
અંબાજી પાસે કોટેશ્વરનું જૂનું મંદિર છે. ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અહીં ઉતરાવાયેલી એવી લોકવાયકા છે.
મંદિર દિવ્ય છે પોષી પૂનમે લાખો ભક્તો મંદિરના દર્શને આવે છે. દેવી ભાગવત અનુસાર અગ્નિ દેવની કૃપાથી મહિષાસૂર નામનો રાક્ષસ નરજાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હતો. દેવોએ ભગવાન શિવજીની સ્તુતિ કરી તે જ સમયે દિવ્ય તેજથી મા આદ્યશક્તિ પ્રગટ થયા આ રાક્ષસનો સંહાર માએ કર્યો તેથી મહિષાસુર મર્દિની અંબા કહેવાયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement