શોધખોળ કરો

Gujarat Election 2022: ઋષિભારતી મહારાજે આ બેઠક પર નોંધાવી દાવેદારી, સેવકોએ કહ્યું, ભાજપ ટિકિટ નહીં આપે તો થશે નવાજૂની

વિધાનસભાની ચૂંટણી 2022: બોટાદ વિધાનસભાની ચૂંટણીના રાજકારણમાં આવ્યો ગરમાવો આવ્યો છે. બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપના આગેવાનો બાદ હવે સંતે પણ દાવેદારી નોંધાવી છે.

વિધાનસભાની ચૂંટણી 2022: બોટાદ વિધાનસભાની ચૂંટણીના રાજકારણમાં આવ્યો ગરમાવો આવ્યો છે. બોટાદ વિધાનસભા બેઠક પર ભાજપના આગેવાનો બાદ હવે સંતે પણ દાવેદારી નોંધાવી છે. મહામંડલેશ્વર ઋષિભારતી મહારાજે દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે. શ્રી ભારતી આશ્રમ સરખેજ કર્ણાવતીના ઋષિભારતી બાપુએ દાવેદારી નોંધાવી છે. ઋષિભારતી બાપુએ સેવક સમુદાય સાથે બેઠક કર્યા બાદ દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ સેવક સમુદાયે ભાજપને ટિકિટ આપવા જણાવ્યું અન્યથા નવા જુની થવાની ચીમકી ઉચ્ચારી છે. કોળી સમાજ સહિત અન્ય સમાજના સેવકો સાથે બેઠક બાદ બાપુએ ભાજપમાંથી દાવેદારી નોંધાવી હતી. 107 બોટાદ વિધાનસભા બેઠક પર હવે નવાજૂનીના એંધાણ વર્તાય રહ્યા છે.

જાણો કઈ વિધાનસભા બેઠક માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માગી ટિકિટ

 મહેસાણા વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા આજે શરૂ થઈ હતી. સેન્સ પ્રક્રિયામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહોંચ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં નીતિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં મહેસાણા વિધાનસભામાં વિકાસના કામો કર્યા છે જેથી લોકોએ મને ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્રત કરી છે. જેથી હું આજે વિધાનસભાની ટિકિટની માંગણી કરવા માટે આવ્યો છું. પક્ષ મને ટિકિટ આપશે તો હું મહેસાણા વિધાનસભાની ચૂંટણી લડીશ. તેમણે વધુમાં કહ્યું કે, દરેકને ટિકિટ માગવાનો હક છે. જેને પણ ટિકિટ આપશે તે ચૂંટણી લડશે. મે ટીકીટ માગી છે અને હું ચૂંટણી લડીશ. નીતિન પટેલ ઉપરાંત  નટુજી ઠાકોર, ગિરિશ રાજગોર, મનુભાઈ ચોકસીએ પણ ટિકિટ માગી છે. મહેસાણા વિધાનસભા સીટ પરથી 10 જેટલાં ઉમેદવારોએ ટિકિટ માગી છે.

ગોંડલ બેઠક પર બીજેપીની સેન્સ પ્રક્રિયા શરૂ

રાજકોટ જિલ્લાની સૌથી રસપ્રદ ગોંડલ બેઠક પર સેન્સ પ્રક્રિયામાં દાવેદારો પહોંચ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી ગોંડલ બેઠક પર 2 ક્ષત્રિય આગેવાનો સામસામે આવી ચૂક્યા છે. જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડા જૂથ છે સામસામે છે. રીબડા જૂથ તરફથી રાજદીપ સિંહ જાડેજા, સહદેવ સિંહ જાડેજા, શશીકાંત રૈયાણી અને શ્વેતા પટેલએ દાવેદારી કરી છે. ગોંડલના સહકારી આગેવાન જયંતી ઢોલ રીબડા જૂથના સમર્થનમાં પહોંચ્યા હતા.

આ અવસરે જ્યંતી ઢોલએ કહ્યું, હું 40 વર્ષથી ભાજપમાં છું. પાર્ટી જેમને ટીકિટ આપશે તેમનું હું સમર્થન કરીશ. જયરાજસિંહ જૂથ તરફથી જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતા બા જાડેજા વર્તમાન ધારાસભ્ય છે. મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જ્યોતિરાદિત્યસિંહ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર મસગ્ર સૌરાષ્ટ્રના રાજકારણની નજર રહેલી છે. હાલમાં આ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.

આ બેઠક પર ભાજપના 48 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

વિધાનસભાની ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં આજે બીજા દિવસે પણ ઉમેદવારોની પસંગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈ કાલે અબડાસા,માંડવી મુંદ્રા અને ગાંધીધામ આમ ત્રણ બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે આજે બીજા દિવસે ભુજ બેઠક, અંજાર બેઠક અને રાપર બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget