શોધખોળ કરો

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ અને  કૃષિમંત્રી જીતુ વાઘાણીએ  મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અધિક મુખ્ય સચિવ જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી મોટી પત્રકાર પરિષદ દરમિયાન એક મોટી જાહેરાત કરી.

ગાંધીનગર:  રાજ્યના ખેડૂતો અને નાગરિકોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.  મુખ્યમંત્રી ભૂપેંદ્રભાઈ પટેલ અને  કૃષિમંત્રી જીતુ વાઘાણીએ  મહેસૂલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને અધિક મુખ્ય સચિવ જયંતી રવિની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી મોટી પત્રકાર પરિષદ દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે ચાર મહત્વના જિલ્લાઓ – દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. 

પત્રકાર પરિષદમાં ગણતરીની મિનિટોમાં જ આ ઐતિહાસિક જાહેરાત કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે રાજ્ય સરકાર આ ચારેય જિલ્લાના ખેડૂતોની પડખે મક્કમતાથી ઊભી છે. દુષ્કાળના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના વળતર રૂપે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) અંતર્ગત વિશેષ સહાય આપવામાં આવશે.  જેમાં ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 8,500 રૂપિયા લેખે નાણાકીય સહાય ચૂકવવામાં આવશે. આ સાથે જ આવતીકાલે પાણીના ગંભીર મુદ્દા પર ચાર રાજ્યોના મુખ્યમંત્રીની એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાનાર છે.

ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા

રાજ્યમાં ઓછા વરસાદને કારણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર એમ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ ચારેય જિલ્લાઓમાં પાકના નુકસાન બદલ ખેડૂતોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) અંતર્ગત સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 8,500ની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત, દુષ્કાળગ્રસ્ત તાલુકાઓમાં પશુપાલકોને પશુદીઠ દૈનિક રૂ. 80ની સહાય બે મહિના સુધી ચૂકવવામાં આવશે. આ સહાય SDRFના નિર્ધારિત માપદંડો અનુસાર આપવામાં આવશે.

અત્યાર સુધીમાં 1.21 લાખ કરોડ ઘાસનું વિતરણ

મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 1.21 લાખ કરોડ ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને રોજગારી મળી રહે તે માટે જીરામજી અંતર્ગત 150 દિવસની રોજગારી આપવામાં આવશે. ઓછા વરસાદને કારણે ખેતી અને પશુપાલન પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને રાહત આપવા માટે આ પગલાં લેવામાં આવ્યાં છે.

ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન હવામાનમાં અનેક મોટા ફેરફારો જોવા મળ્યા હતા. ખાસ કરીને આ વર્ષે મજબૂત 'અલ નીનો' (El Nino) પ્રવાહની પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાવાને કારણે વરસાદના પ્રમાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાત રાજ્યમાં એકંદરે 10 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. આ ઉપરાંત, ખેતી પર નભતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સરેરાશ કરતા 23 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.

વિવિધ ઝોન પ્રમાણે વરસાદના આંકડાકીય અહેવાલ

જો આપણે રાજ્યના વિવિધ ઝોન પ્રમાણે વરસાદના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ, તો જળ-પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થાય છે:

કચ્છ રીજિયન: આ વર્ષે સિઝનનો કુલ 11.35 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 57.60 ટકા છે.

ઉત્તર ગુજરાત ઝોન: અહીં 20.42 ઈંચ સાથે 71.04 ટકા વરસાદ પડ્યો છે.

પૂર્વ-મધ્ય ગુજરાત ઝોન: આ વિસ્તારમાં સિઝનનો 28.91 ઈંચ વરસાદ ખાબક્યો છે, જે કુલ સરેરાશના 89.67 ટકા જેટલો છે.

સૌરાષ્ટ્ર ઝોન: અહીં 21.43 ઈંચ સાથે સિઝનનો માત્ર 71.43 ટકા જ વરસાદ નોંધાયો છે.

ગુજરાત રાજ્ય માટે આ આંકડાઓ એટલા માટે ચિંતાજનક છે, કારણ કે વર્ષ 2018 બાદ નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. અગાઉ વર્ષ 2018 માં રાજ્યમાં સરેરાશ 25.10 ઈંચ સાથે સિઝનનો 77 ટકા વરસાદ વરસ્યો હતો. છેલ્લા 8 વર્ષના ઈતિહાસમાં આટલી મોટી વરસાદની ખાધ ક્યારેય જોવા મળી ન હતી.

Advertisement

ટોપ સ્ટોરી

જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
જંબુસરમાં નર્મદા કેનાલમાં ગાબડું! 50થી 60 એકર ખેતરો પાણીમાં ગરકાવ, પાકને નુકસાનની ભીતિ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
Amreli: અડતાળામાં ઉપસરપંચની દાદાગીરી! ગ્રામજનો સામે રિવોલ્વર તાકી, વીડિયો વાયરલ
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
રાહુલના આર્થિક સંકટના નિવેદન પર PM મોદીનો જવાબ, FICCIના મંચ પરથી કહ્યું- ભારત પ્રગતિના સાચા માર્ગે
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ફરી વિવાદમાં, નિવૃત્ત શાસનાકારી સાથે 1.25 કરોડની છેતરપિંડીનો આરોપ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આઈસ્ક્રીમ કે ફ્રોઝન ડેઝર્ટ ?
Hun To Bolish : હું તો બોલીશ : બંદૂકિયો ઉપસરપંચ
Hun To Bolish : હું તો બોલીશ : કેનાલોનું પાણી કોના પાપે આફત ?
Randeep Surjewala : ગુજરાતના 6.53 લાખ પરિવારોના પૈસા ફસાયા? SD Pay કૌભાંડ મુદ્દે સુરજેવાલાનો દાવો
Bharuch Canal Breach: ભરૂચમાં કેનાલમાં ગાબડું શાહુડીએ પાડ્યું કે તંત્રની બેદરકારીએ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
Cyclone Akvan: વાવાઝોડું અકવાન થયું લેન્ડફોલ, આ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનું એલર્ટ, જાણો વધુ અપડેટ્સ
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
IND vs NZ 1st Test Day 2: ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં બનાવ્યા 368 રન, હેનરી નિકોલ્સે ફટકાર્યા 175 રન
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
યુઝર્વેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, ટી-20માં 400 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
'12 લાખ રૂપિયાની આવક પર ટેક્સ રાહત આપી, શું તમે પગાર વધાર્યો?' PM મોદીનો ઉદ્યોગ જગતને સવાલ
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
વોકલ ફોર લોકલના અભિયાન વચ્ચે AMCનો વિવાદીત નિર્ણય, હોસ્પિટલ માટે ચાઈનાથી મશીનની કરશે ખરીદી
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
New PUC Rules: કાર માલિકો માટે મોટા સમાચાર! હવે વારંવાર PUC કરાવવાની ઝંઝટ ખતમ
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
પાકિસ્તાની વિદ્યાર્થીએ પૂછ્યું- ભારત સાથે મળીને કામ કરી શકીએ? રાહુલ ગાંધીએ શું આપ્યો જવાબ?
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Cyclone Akvan: ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત અકવાનનો કહેર, દરિયાકાંઠાના વિસ્તારોમાં રેડ એલર્ટ
Embed widget