શોધખોળ કરો

Surendranagar land scam: તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની કરાઈ તપાસ, હજુ થઈ શકે મોટા ખુલાસા

શનિ-રવિવારે પણ ફાઈલોની તપાસની કામગીરી ચાલી હતી. જમીનને લગતી ફાઈલોમાં ગેરરીતિ સામે આવે તેવી શક્યતા છે.

સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં હજુ થઈ શકે મોટા ખુલાસા થઈ શકે છે. મળતી જાણકારી અનુસાર, સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં આગામી દિવસોમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે. તત્કાલિન કલેક્ટર રાજેન્દ્ર પટેલે મંજૂર કરેલી ફાઈલોની તપાસ કરવામાં આવશે. શનિ-રવિવારે પણ ફાઈલોની તપાસની કામગીરી ચાલી હતી. જમીનને લગતી ફાઈલોમાં ગેરરીતિ સામે આવે તેવી શક્યતા છે. સોલાર પ્લાંટની મંજૂરી,જમીન સંપાદનની ફાઈલોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. લીઝ પર આપેલી જમીન ફાળવણીની ફાઈલો ઈડી સમક્ષ રજૂ કરાશે. સોલાર પ્લાંટ માટે કેટલી ફાઈલો NA થઈ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. કયા હેતુ ફેર માટે જમીનની મંજૂરી આપવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવશે. 

ચાર સામે એસીબીએ નોંધી ફરિયાદ

આ કૌભાંડમાં EDની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના અંગત સચિવ (PA) જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુર ગોહિલ સામે અપ્રમાણસર મિલકત અને લાંચના આરોપ હેઠળ FIR નોંધી છે. આ કાર્યવાહી બાદ રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કલેક્ટર રાજેન્દ્ર પટેલને પદભ્રષ્ટ કરીને તેમની સેવાઓ સામાન્ય વહીવટ વિભાગને સોંપી દીધી છે અને જિલ્લા વિકાસ અધિકારીને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ હાલ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. આ કૌભાંડમાં દલાલોના નામ અને કમિશનની વિગતો લખેલા કાગળો પણ મળી આવ્યા છે.

ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડની લાંચ લીધી છે અને તેમા કલેક્ટર રાજેન્દ્ર પટેલ,ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા પણ સામેલ હતા. આટલુ જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે. 23 ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ચંદ્રસિંહ મોરીના રહેણાંક પરિસરમાંથી 67.50 લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છૂપાવેલી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બરે નોંધાયેલા નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ મારફતે અરજદારો પાસેથી એકઠી કરેલી લાંચની રકમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Embed widget