શોધખોળ કરો

અમદાવાદના ધંધુકામાં ફર્યું દાદાનું બુલડોઝર, અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા

ધર્મેશ ગમારાની હત્યા બાદ ધંધુકામાં બુલડોઝરથી અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા હતા

ધર્મેશ ગમારાની હત્યા બાદ ધંધુકામાં બુલડોઝરથી અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા હતા. મળતી જાણકારી અનુસાર,  ધંધુકામાં ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત કરાયા હતા. રસ્તા પરના 14 જેટલા ગેરકાયદે શેડ હટાવવામાં આવશે. ખાટકીવાડમાં પાંચ જેટલા દબાણોનું ડિમોલિશન કરાયું હતું. ઈમ્તિયાઝ પઠાણના ઘરે પણ ગેરકાયદે વીજ જોડાણ દૂર કરાયું હતું. ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ આપવામાં આવી હતી. લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ રહી છે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ ધંધુકામાં ધર્મેશ ગમારાની હત્યા થઈ હતી. પોલીસે તપાસ માટે SITની પણ રચના કરી છે. ગઈકાલે પોલીસે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. 

નોંધનીય છે કે બે દિવસ અગાઉ ધંધુકામાં વાહનના ઓવરટેકના મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક બન્યો હતો. આ ઘટનામાં વિધર્મી યુવકોએ ધર્મેશ ગમારા નામના યુવકની હત્યા કરી હતી. આ ઘટનાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં કેટલાક અસામાજિક તત્વોએ ટોળાં એકત્ર કરી તોડફોડ અને આગજની જેવી ઘટનાઓને અંજામ આપ્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને હાલ સુધીમાં હિંસા ફેલાવનાર 20 લોકોની અટકાયત સાથે હત્યાકાંડને અંજામ આપનાર બે લોકોની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. આજે આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આજના ધંધુકા ડિમોલિશનમાં આર એન્ડ બી, રેવન્યુ વિભાગ, પોલીસનો કાફલો, નગરપાલિકા, સિટી સર્વે વિભાગ, યુજીવીસીએલ, મેડિકલ, ફાયર વિભાગની વિવિધ ટીમો સામેલ થઈ હતી. 

ધંધુકાથી રાણપુર ચાર રસ્તા પરની દુકાનો દૂર કરવામાં આવશે. રસ્તા પરના 14 જેટલા ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવશે. ફેદરા ધંધુકા હાઈવે પરના 12 એકમોને નોટિસ આપવામાં આવી છે. ડિમોલિશન થાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આરોપીઓનું ધંધુકામાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મૃતકના ભાઈ ગોવિંદ ગમારાએ આક્ષેપ કર્યો હતો કે, તેમના ભાઈને અગાઉથી જ ટાર્ગેટ કરવામાં આવતો હતો અને આ ઘટનામાં નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ SIT ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં એક DySP, બે PI અને PSI કક્ષાના અધિકારીઓ સામેલ છે, જે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
FSSAI ની ડાબર ઈન્ડિયાને નોટિસ, 100% દાવા સાથે મધ, ઘી, તેલના વેચાણ પર રોક 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget