શોધખોળ કરો

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદને લઈ શું કરી આગાહી ?

હવામાન વિભાગે અમદાવાદમાં હજુ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

અમદાવાદ: હવામાન વિભાગે અમદાવાદમાં હજુ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે એ જોતાં ઉત્તર તથા મધ્ય ગુજરાત સિવાયના રાજ્યના બાકીના વિસ્તારોમાં નવરાત્રિનો રંગ બગડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે 11 ઓક્ટોબરે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં, દીવમાં વરસશે.

દક્ષિણ-પશ્ચિમી ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર થઈને વિદાય તરફ આગળ વધી રહ્યું છે એ જતાં જતાં નવરાત્રિનો રંગ બગાડશે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. ભાદરવા માસમાં આકરો તાપ પડે પરંતુ ત્યારે ચોમાસાનો બાકી રહી ગયેલો વરસાદ પડયો હતો. તેના કારણે હવે આસો માસમાં ભાદરવા માસનો તડકો પડી રહ્યો છે. ટૂંકમાં ઋતુ ખેંચાઈ ગઈ છે.

તા.12ના રોજ હળવાથી મધ્યમ વરસાદ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છમાં વરસશે.

તા.13ના રોજ હળવાથી મધ્યમ વરસાદ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં વરસશે.

તા.14 અને 15ના રોજ વાતાવરણ સુક્કું રહેશે.

પાછોતરા વરસાદથી પાકને નુકશાન

રાજ્યમાં પડી રહેલા પાછોતરા વરસાદના કારણે મગફળી,સોયાબીન અને બાજરી સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.  ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા સહિતના વિસ્તારમાં આફતરૂપી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે.  

ખેડૂતોના મતે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો પાકની લલણીના સમયે જ વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે.  પાછોતરા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો.  ન માત્ર મગફળી પરંતુ અડદ,મગ,સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: હવામાન વિભાગનું નાઉકાસ્ટ, 7 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget