શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.   હાલ કોઈ મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી.
  • આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસશે.
  • અમદાવાદમાં અષાઢી બીજે સામાન્ય વરસાદની આગાહી કરાઈ.
  • સિઝનનો 24.63% વરસાદ, રાજ્યના જળાશયો 41% ભરાયા.

અમદાવાદ: રાજ્યમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.   હાલ કોઈ મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આજે સૌરાષ્ટ્રના ચાર જીલ્લા, મધ્ય ગુજરાતના બે જિલ્લાના છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત સંઘ પ્રદેશમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 

કાલે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

આવતીકાલે  સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ,અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા  અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી,ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. 

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.  16 જુલાઈ એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ચોમાસાની ચાલુ સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતા 25 ટકા ઓછો વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો- Weather Update: 22 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ  

રાજ્યમાં સિઝનનો કુલ 24.63 ટકા વરસાદ

રાજ્યમાં સિઝનનો કુલ 24.63 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 34.69 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, પૂર્વ મધ્યમાં 17.31 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.09 ટકા અને કચ્છમાં 1.92 ટકા વરસાદ પડ્યો છે.   સરદાર સરોવર ડેમ  65.83 ટકા ભરાયો છે.  રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 41.11 ટકા પાણીનો સંગ્રહ છે.  રાજ્યમાં 10 ડેમ હાઈ એલર્ટ 4 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી કરી આગાહી

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી હવામાનની આગાહી કરવાની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાતના આગામી દિવસોના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. વિવિધ ખેડૂત સંગઠનો અને લોકોની અપીલ બાદ ફરી આગાહી શરૂ કરનાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 14 અને 15 જુલાઈથી રાજ્યમાં હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળશે. ખાસ કરીને રથયાત્રાના દિવસે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

14 અને 15 જુલાઈથી વાદળછાયું વાતાવરણ

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 14 અને 15 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળો જોવા મળશે. આ દરમિયાન હવામાનમાં પલટો શરૂ થશે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget