શોધખોળ કરો

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Rain Alert: કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

Gujarat Rain Alert: ગુજરાત હવામાન વિભાગે આજે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરી છે. આ આગાહી મુજબ, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મધ્ય અને દક્ષિણ પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના બાકીના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. આમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં આખો જુલાઈનો મહિનો વરસાદના નામે રહ્યો છે. જુલાઈના આખા મહિનામાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ખૂબ વરસાદ થયો છે. તાજેતરમાં હવામાન વિભાગ તરફથી એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં 20 ટકા વધુ વરસાદ થયો છે. જોકે આ મામલામાં અમદાવાદ પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ મોસમનો સૌથી વધુ વરસાદ થયો, જે 75 ટકા વધુ છે. રાજ્યના 3 જિલ્લા તો એવા છે જ્યાં 100 ટકાથી વધુ વરસાદ થઈ રહ્યો છે.

રિપોર્ટ અનુસાર, છેલ્લા પાંચ વર્ષોમાં અમદાવાદ શહેર માટે વરસાદનું પેટર્ન ઘણું આશ્ચર્યજનક રહ્યું છે. જેમ કે વર્ષ 2022ના જુલાઈ મહિના દરમિયાન અમદાવાદમાં 87 ટકા વધુ મોસમી વરસાદ નોંધાયો, જે છેલ્લા 5 વર્ષોમાં સૌથી વધુ વરસાદ રહ્યો. જ્યારે જુલાઈ 2023માં અમદાવાદ શહેરમાં 35 ટકા ઓછો વરસાદ થયો. આ વર્ષે પણ અમદાવાદમાં 8 ટકા ઓછો વરસાદ થયો છે. ગુજરાતના સુરેન્દ્રનગર, ડાંગ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં સામાન્ય કરતાં આ વર્ષે ઘણો ઓછો વરસાદ થયો છે. જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ થયો છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Embed widget