શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, પરંતુ હવે હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. બાદમાં 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે. હવામાન વિભાગની અગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં 30 મેથી 1 જૂન સુધી વરસાદની શક્યતા છે.  

રાજ્યના આ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.  30 મેના રોજ સાબરકાંઠા,અરવલ્લી અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 મેના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,  દાહોદ અને પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય હવામાન વિભાગે 1 જૂનના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર,  દાહોદ, પંચમહાલ,  છોટા ઉદેપુર,અમરેલી,ભાવનગરમાં  ભારે પવન અને  ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી તાપમાન ઊંચું જ રહેવાની શક્યતા છે. જોકે ત્યારબાદ તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી લોકોને થોડી રાહત મળી શકે છે. ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે પણ લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે. બપોરના સમયે જરૂરી ન હોય તો  બહાર ન નીકળવું, પૂરતું પાણી પીવું અને  સૂર્યના સીધા તાપથી બચવાની સલાહ આપી છે. 

કેરલમાં એક- બે દિવસની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે

હાલમાં કેરલમાં સતત બે દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ ચોમાસું તેના નિર્ધારિત સમયે આવવાની શક્યતા છે. વરસાદની સ્થિતિ અનુકૂળ રહે તો કેરલમાં એક કે બે દિવસની અંદર ચોમાસું પ્રવેશ કરી શકે છે.  હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આવે તે પહેલાં જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો- Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીનું એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ

ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું

હવામાન વિભાગ અનુસાર, કેરલમાં ચોમાસું શરૂ થઈ શકે છે ત્યારે ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું છે.  અમદાવાદમાં ગઈકાલે (25 મે) તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું હતું.  હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી જાહેર કરેલા બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું. 

Frequently Asked Questions

હવામાન વિભાગે કયા જિલ્લામાં વરસાદની આગાહી કરી છે?

30 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં. 31 મેના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં. 1 જૂનના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં આગાહી છે.

આગામી દિવસોમાં તાપમાનમાં શું ફેરફાર થશે?

હાલ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે, જેનાથી લોકોને રાહત મળી શકે છે.

શું ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે?

કેરલમાં એક-બે દિવસમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. જો વરસાદની સ્થિતિ અનુકૂળ રહેશે તો ગુજરાતમાં પણ નિર્ધારિત સમયે ચોમાસું આવવાની શક્યતા છે. ચોમાસા પહેલા પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

ગરમીથી બચવા માટે આરોગ્ય વિભાગ શું સલાહ આપે છે?

બપોરના સમયે જરૂરી ન હોય તો બહાર ન નીકળવું. પૂરતું પાણી પીવું અને સૂર્યના સીધા તાપથી બચવાની સલાહ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget