શોધખોળ કરો
Advertisement
ખંભાતની બસ આબુથી નીચે ઉતરતા ખીણમાં ખાબકી, એકનુ મોત, 12 ઘાયલ
માઉન્ટ આબુ નજીક ગુજરાતી મુસાફરોની બસને અકસ્માત નડ્યો છે. બસ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત થયો હતો. ક્લીનરનું ઘટના સ્થળે જ મોત થયું છે.
આબુ: રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ગુજરાતની બસને અકસ્માત નડ્યો છે. માઉન્ટ આબુ નજીક ગુજરાતી મુસાફરોની બસને અકસ્માત નડ્યો છે. બસ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત થયો હતો. ક્લીનરનું ઘટના સ્થળે જ મોત થયું છે. બસમાં બેસેલા તમામ મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 26 યાત્રીઓ પૈકી કેટલાકને ઇજાઓ પહોંચી છે. 5 યાત્રીઓની સ્થિતી ગંભીર છે. આ બસમાં ગુજરાતના આણંદ, વડોદરા, ખંભાતના યાત્રીઓ હતા.
પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ મુસાફરો ગુજરાતના ખંભાતના છે. 5 યાત્રીઓની અકસ્માત બાદ સ્થિતી ગંભીર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ઘટનામાં 1નું મોત અને 12થી વધારે લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક સમાજસેવી સંસ્થાઓ અને તંત્ર રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion