ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રસ્તા પર જો TRB જવાનો દંડ ઉઘરાવશે તો.....
રાજ્ય સરકારનું ખૂબ સ્પષ્ટ વલણ છે, જો જનતા પાસે જો કોઈ ખોટા પૈસા લેતા TRB જવાન ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારનું ખૂબ સ્પષ્ટ વલણ છે, જો જનતા પાસે જો કોઈ ખોટા પૈસા લેતા TRB જવાન ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક સંદેશ આપતા કહ્યું હતું કે TRBના જવાનોની જવાબદારી ઉપલાં અધિકારીની રહેશે. જો નાગરિકો પાસે ઉઘરાણી કરાશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપી હતી.
મહત્વનું છે કે TRB જવાનનું મુખ્ય કાર્ય પોલીસને મદદ કરવાનું તેમજ ટ્રાફિક નિયમન કરવાનું છે. કોઈ પણ TRB જવાન તમારી પાસે દંડના નામે રૂપિયા ઉઘરાવી શકે નહીં તે સત્તા ફક્ત પોલીસ તેમજ TRBના ઉપલા અધિકારીને જ આપવામાં આવી છે. જો કઈ TRB જવાન તમને પકડે અને રૂપિયાની માગણી કરે તો સબૂત તરીકે વીડિયો ઉતારી ઉપલા અધિકારીને બતાવી શકો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યા અનુસાર TRB જવાનોની કામગીરીની તમામ જવાબદારી તેના ઉપલા અધિકારીની છે.
નાગરિકોને હેરાન કરતાં TRB જવાનોની હવે ખેર નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ TRB જવાનોથી જનતાને પડતી તકલીફ પર મોટું નિવેદન આપતા કહ્યું છે કે જો નાગરિકો પાસે ઉઘરાણી કરાશે તો કડક પગલાં ભરાશે. TRB પોલીસ દ્વારા વાહન ચાલકો પાસેથી દાદાગીરી કરીને રૂપિયા વસૂલતા જવાનોના અનેક વીડિયો વાયરલ થયા છે.
ચીનમાં ફરી Corona નો તરખાટઃ ફ્લાઈટ રદ્દ, સ્કૂલ બંધ, ઘરમાં કેદ થયા લોકો, વિશ્વ આખુ ચિંતામાં
ચીનમાં કોરોનાનો ફરી પ્રકોપ વધતા સમગ્ર વિશ્વની ચિંતા વધી છે. અહીં નવા કેસો સતત વધી રહ્યા છે અને તેને જોતા ચીની સરકારે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે, ઘણા વિસ્તારોમાં શાળાઓ બંધ થઈ ગઈ છે અને કેટલાક સ્થળોએ ફરીથી લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસ ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. હવે એ જ ચીને ફરી એકવાર દરેકની ચિંતા વધારી દીધી છે.
આ ચેપ ચીનના ઉત્તર અને ઉત્તર -પશ્ચિમ શહેરોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. પ્રશાસન માની રહ્યું છે કે બહારથી કેટલાક મુસાફરો આવ્યા જેના કારણે ફરી કોરોના ફાટી નીકળ્યો છે. તેને જોતા વહીવટીતંત્રે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. સામૂહિક પરીક્ષણ ઉપરાંત, પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા છે, મનોરંજનના સ્થળો અને ચેપ લાગે તેવા જાહેર સ્થળોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં લોકડાઉન પણ આવી ગયું છે.