શોધખોળ કરો

Vapi Rain: વાપીમાં 16 ઈંચ સાથે મેઘતાંડવ, અંબા માતા મંદિરથી લઈ નામધા સુધી ભરાયા કેડસમા પાણી

Monsoon Update News: વાપીમાં 16 ઈંચ વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વાપીના છરવાડા અને અંબા માતા મંદિર વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વાપીમાં ૧૬ ઇંચ વરસાદથી જળબંબાકાર, જનજીવન અસ્તવ્યસ્ત થયું.
  • નીચાણવાળા વિસ્તારો, ઘરો, વાહનો પાણીમાં ડૂબી જતાં નુકસાન થયું.
  • સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ, સાવચેતી માટે પંપિંગ શરૂ.
  • રાજ્યમાં ૨૪ કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ ૩૫.૬૭ ઇંચ વરસાદ.

Monsoon Update News: ઔદ્યોગિક નગરી વાપીમાં મુસળધાર વરસાદે ભારે હાહાકાર મચાવ્યો છે. ટૂંકા સમયમાં જ 16 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતાં સમગ્ર વાપી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોનું જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

વાપીમાં 16 ઈંચ વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વાપીના છરવાડા અને અંબા માતા મંદિર વિસ્તારમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે નામધા વિસ્તારમાં લોકો ગળાડૂબ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. છરવાડા વિસ્તારમાં આવેલ અનેક એપાર્ટમેન્ટના બેઝમેન્ટ અને પાર્કિંગમાં વરસાદી પાણી ગરકાવ થઈ જતાં પાર્ક કરેલાં વાહનો પાણીમાં ડૂબી ગયાં છે. આ ઉપરાંત, વાપીની રમઝાન વાડી અને છરવાડા વિસ્તારમાં વરસાદી પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી જતાં વેપારીઓ તેમજ સ્થાનિક રહીશોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રસ્તાઓ પર જળભરાવના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે.

Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

અતિભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને પગલે સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે પંપિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના રહીશોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે તેમજ ઇમરજન્સી સેવાઓને એલર્ટ પર રાખવામાં આવી છે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવને ટાળી શકાય.

છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ 

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદે જોરદાર બેટિંગ કરી હતી અને કુલ 213 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 35.67 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ કપરાડામાં 28.78 ઇંચ, નાનાપોંઢામાં 25.31 ઇંચ, ધરમપુરમાં 19.65 ઇંચ, પારડીમાં 17.64 ઇંચ, વાપીમાં 16.26 ઇંચ અને વલસાડ શહેરમાં 15.87 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લાના વાંસદામાં 17.13 ઇંચ, ખેરગામમાં 14.09 ઇંચ, ચીખલીમાં 7.91 ઇંચ, ગણદેવીમાં 7.72 ઇંચ, જલાલપોરમાં 7.24 ઇંચ અને નવસારી શહેરમાં 6.93 ઇંચ વરસાદ નોંધાયો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget