શોધખોળ કરો

Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદથી વ્યારા-ઉનાઈ સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ્પ

Gujarat Rain And Weather: સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા વહીવટી તંત્ર તાબડતોબ એક્શન મોડમાં આવી ગયું છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • તાપીમાં ભારે વરસાદથી શાળા-કોલેજો બંધ; જનજીવન પ્રભાવિત.
  • ડોલવણમાં 14.88 ઇંચ વરસાદ; રસ્તાઓ, હાઈવે બંધ થયા.
  • ઓલણ નદીમાં ઘોડાપૂર; નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા.
  • તાપી તંત્ર સક્રિય; SDRF તૈનાત; લોકોને સતર્ક રહેવા સૂચના.

Gujarat Rain And Weather: તાપી જિલ્લામાં વિતેલી રાત્રિ દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં 1 થી 14.88 ઈંચ સુધીનો ભારે વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર તાપી જિલ્લો જળબંબાકાર થતાં વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી નદી-નાળાં છલકાઈ જતાં રસ્તાઓ બંધ થયા છે અને જનજીવન ભારે પ્રભાવિત થયું છે.

તાપી જિલ્લામાં સાર્વત્રિક મુસળધાર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ડોલવણ તાલુકામાં આકાશી આફત સ્વરૂપે રાત્રિ દરમિયાન જ 14.88 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય વાલોડમાં 10.08 ઈંચ, વ્યારામાં 9.49 ઈંચ, સોનગઢમાં 7.48 ઈંચ, ઉકાઈમાં 4.25 ઈંચ તેમજ નિઝર અને ઉચ્છલમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. વ્યારામાં 9.49 ઈંચ વરસાદને કારણે મિશન નાકા અને આયલ સર્કલ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે વ્યારા-ઉનાઈ વચ્ચે આવેલ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતાં અને ખાસ કરીને ડોલવણના ગડત ગામે રોડ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે. તે ઉપરાંત, ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપૂર આવતાં કાંઠા વિસ્તારના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. વાંકલા ગામના નીચલા ફળિયાના ઘરોમાં પણ નદીના પાણી ફરી વળતાં લોકોની ઘરવખરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા વહીવટી તંત્ર તાબડતોબ એક્શન મોડમાં આવી ગયું છે અને સલામતીના ભાગરૂપે ડોલવણ તાલુકામાં SDRFની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો તેમજ નદીકાંઠે રહેતા તમામ ગ્રામજનોને સતર્ક રહેવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Advertisement

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?

Embed widget