શોધખોળ કરો

Gandhinagar News: વિધાનસભામાં ગૂંજ્યો શિક્ષકોની ભરતીનો મુદ્દો, રાજ્યની શાળામાં 32 હજારથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા

વિધાન સભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. અંતિમ દિવસે ગૃહમાં શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો પણ ગૂંજ્યો હતો. એક બાજુ બીએડ અને પીટીસી થયેલા યુવક –યુવતીઓ બેકાર છે તો બીજી બાજુ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી છે.

Gandhinagar News: વિધાન સભા સત્રનો આજે છેલ્લો દિવસ છે. અંતિમ દિવસે  ગૃહમાં શિક્ષકોની ખાલી  જગ્યાનો મુદ્દો પણ ગૂંજ્યો હતો. એક બાજુ બીએડ અને પીટીસી થયેલા યુવક –યુવતીઓ બેકાર છે તો બીજી બાજુ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી છે.

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674  જગ્યાઓ ખાલીપડી  છે.રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678  જગ્યાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં  11,996 જગ્યા ખાલી  છે.રાજ્યમાં ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,213 જગ્યાઓ ખાલી છે. જ્યારે રાજ્યમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની  32,213 જગ્યાઓ ખાલી છે.રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં  3,552  આચાર્યની જગ્યાઓ ખાલી છે.

શિક્ષકોની ભરતીના મુદ્દો ગૃહમાં ગૂજ્યો હતો અને રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે. શિક્ષકોની ભરતી ન થતાં ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ પર કેવી વિપરિત અસર થાય છે. સરકારી શાળાઓમાં હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોવાથી તેઓ અભ્યાસનું નુકસાન વેઠી રહ્યાં છે. જેના કારણે મજબુરીમાં રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ   લાખો રૂપિયાના ટયુશન ફી ભરીને  આ અભ્યાસના નુકસાનની પૂર્તિ કરે છે. તો બીજી તરફ શિક્ષક માટે લાયકાત ધરાવતા  યુવક યુવતીઓ બેકાર છે. ગૃહમાં આ મુદો ઉઠાવતા સરકાર પર સવાલ ઉઠ્યા હતા કે કેમ જગ્યાઓ ખાલી હોવા છતાં રાજ્ય સરકાર સમયસર ભરતી કરતી નથી.

Gujarat Assembly: ગુજરાત વિધાનસભા ગૃહમાં ઉઠ્યો કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો

Unseasonal Rain: રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો. ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટાપાયે વધુ નુકશાન થયાનું વાઘાણીએ કહી માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકશાનમાં સરકાર ખેડૂતોને સહાય કરવા માંગે છે તે અંગે કૃષિમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો.

જેલમાં સતત ચેકિંગ ચાલુ રહેશેઃ હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યની જેલોમાં સતત ચેકીંગ શરૂ રહેશે. એસપી અને રેન્જ આઇજી દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ શરૂ જ રહેશે. જેલમાં જામર હોવા છતાં ફોન કાર્યરત રહે છે, જેલની આસપાસ રહેણાક વિસ્તાર હોવાથી ફોન કનેટકટ થાય છે. આગામી દિવસોમાં ટેકનોલોજીના વધુ ઉપયોગથી આ ખામી દૂર કરાશે.

વિધાનસભાની યુટ્યુબ ચેનલ લોન્ચ

ગુજરાત વિધાનસભા ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીની થી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચેનલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે. આ યુટ્યુબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વીડિયો કલીપમાં હશે.

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે અંતિમ દિવસ છે. કોગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 3 દિવસથી કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ગૃહની બહાર દેખાવો કરી રહ્યા છે. કોગ્રેસના ધારાસભ્યોએ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. કોગ્રેસના ધારાસભ્યો બેરોજગારી, કોન્ટ્રાક્ટ, આઉટ સોસિંગની પ્રથા મુદ્દે વિરોધ કર્યો હતો. પ્લે કાર્ડ સાથે વિધાનસભા પરિસરના પગથિયા પર બેસી કોગ્રેસના ધારાસભ્યોએ દારૂ-ડ્રગ્સ, મહિલા સુરક્ષા, મહાઠગ કિરણ પટેલ, ઝવેરી પંચના રિપોર્ટ મુદ્દે દેખાવો કર્યા હતા.

કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં અદાણી મોદી ભાઈ ભાઈના નારા લગાવ્યા હતાં. આજે બીજા દિવસે પણ વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે જ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, વિધાનસભામાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા થાય નહીં તે માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સત્રાંત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યોએ અલગ અલગ પ્લેકાર્ડ સાથે સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતાં

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : પતંગ રસિયાઓ માટે માઠા સમાચાર, હવે કાચ પાયેલી દોરી પર પણ પ્રતિબંધAhmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોતAmreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહારVegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
Embed widget