શોધખોળ કરો

ગુજરાત ભાજપના સંગઠનમાંથી આ સૌથી પાવરફુલ પાટીદાર નેતાને હટાવાયા, યુપીના નેતાની તેમના સ્થાને નિમણૂક

 રત્નાકર બિહારમાં નિમાયા એ પહેલાં ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર કાશી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર ક્ષેત્રના સંગઠન મંત્રી તરીકે કામ કરતા હતા

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે. રત્નાકર પહેલાં બિહારમાં ભાજપના સહ-સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા. રત્નાકરને બિહાર ભાજપમાં નવા ઉભા કરાયેલા સહ-સંગઠન મહામંત્રીના હોદ્દા પર નિમવામાં આવ્યા હતા.

ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની રત્નાકર બિહારમાં નિમાયા એ પહેલાં ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર કાશી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર ક્ષેત્રના સંગઠન મંત્રી તરીકે કામ કરતા હતા. આમ રત્નાકરનું યોગી અને મોદી બંને સાથે કનેક્શન છે. રત્નાકરે કાશી અને વારાણસી બંને મતવિસ્તારોમાં ભાજપ સંગઠનને મજબૂત કરવામાં ભજવેલી ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને બિહારમાં મહત્વની જવાબદારી સોંપાઈ હતી. રત્નાકર પહેલાં મોદીના મતવિસ્તાર કાશીની જવાબદારી સંભાળતા હતા. જો કે યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી બનતાં ખાલી પડેલી ગોરખપુર લોકસભા બેઠક પર ભાજપની કારમી હારના પગલે ભાજપે રત્નાકરને ગોરખપુરમા સંગઠનની પણ જવાબદારી સોંપી હતી. લોકસભાની 2019ની ચૂંટણીમાં ગોરખપુર લોકસભા બેઠક ફરી જીતીને રત્નાકરે પોતાની તાકાત સાબિત કરી પછી તેમને 2020માં બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં સહ-સંગઠન મહામંત્રી બનાવાયા હતા.

ભીખુભાઈ દલસાણીએ ટ્વિટ કરીને લખ્યુ કે માનનીય શ્રી રત્નાકરજીને ગુજરાતના સંગઠન મહામંત્રી નિયુક્ત થતા સહર્ષ અભિનંદન અને શુભેચ્છા. કેમ કે ભીખુભાઈ લાંબા સમયમાં પાર્ટીની સેવા કરી છે. જબરદસ્ત કુનેહવાળા વ્યક્તિ છે. ત્યારે આવનારા દિવસોમાં ભીખુભાઈને નવી કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. નરેંદ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ ભીખુભાઈની સંગઠનમાં બોલબાલા હતી. પાટીદાર સમાજના ભીખુભાઈ દલસાણીયા તમામ સમાજોમાં લોકપ્રિય છે. એટલુ જ નહી, ભાજપના એક એવા નેતા છે જેમને નાના કાર્યકર્તાથી લઈને કેંદ્ર સરકારના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ સાથે સીધા સંબંધ છે. ભલે તેમની સંગઠનના મહામંત્રીની જવાબદારીથી દૂર કરાયા હોય પરંતુ તેમના અત્યાર સુધીના રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખીને એક વાત નક્કી છે કે આવનારા દિવસોમાં ભીખુભાઈને પાર્ટી હાઈકમાંડ કોઈ મહત્વની જવાબદારી સોંપશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Embed widget