રસ્તાઓ પર મોતનું તાંડવ: સુરત-ભાવનગરમાં શ્રેણીબદ્ધ અકસ્માતોથી હાહાકાર, અનેક લોકોના જીવ ગયા
હિટ એન્ડ રન, ટ્રક અને કારની ટક્કર, બાઈક સ્લીપ થવાના બનાવોમાં નિર્દોષો ભોગ બન્યા.

Gujarat Accident: સુરત અને ભાવનગરમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતોની શ્રેણીબદ્ધ ઘટનાઓ દર્શાવે છે કે માર્ગ સલામતીના નિયમોનું પાલન કેટલું જરૂરી છે.
સુરતમાં બનેલી ઘટનાઓ
કામરેજ ચાર રસ્તા નજીક અકસ્માત: મુંબઈથી અમદાવાદ જતા માર્ગ પર એક આઈસર ટેમ્પો પાછળ બીજા આઈસર ટેમ્પો અથડાતા એક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
માંગરોળ તાલુકાના સિયાલજ પાટિયા પાસે હિટ એન્ડ રન: અજાણ્યા વાહન ચાલકે બાઈક પર સવાર વૃદ્ધ દંપતીને ટક્કર મારી, જેના કારણે બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
સચિન જીઆઇડીસી પાસે હિટ એન્ડ રન: રોડ ક્રોસ કરી રહેલા 50 વર્ષીય આધેડને કાર ચાલકે ઉડાવી દેતા તેમનું મોત થયું હતું.
ભાવનગરમાં બનેલી ઘટનાઓ
ચિત્રા પ્રેસ કોટર પાસે અકસ્માત: કિયા સેલટોસ કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત: બેકાબૂ ટ્રકે એક મહિલા એક્ટિવા ચાલકને કચડી નાખતા તેનું મોત થયું હતું.
નવસારીમાં બનેલી ઘટના
નવસારીથી કુંભમેળામાં જતી વખતે કાર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થયા હતા.
અડાજણમાં બનેલી ઘટના
મુંબઈથી આવતા મિત્રના મિત્રને લેવા માટે અલગ અલગ બાઈક પર નીકળેલા બે મિત્રો પૈકી એકની મિત્રની સ્પોર્ટસ બાઈક બ્રિજની રેલીંગ સાથે ભટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અડાજણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અડાજણ પાલનપુર જકાતનાકા પાસે સત્યવંદન સોસાયટીમાં રહેતો 23 વર્ષીય મોનીલ ચંદ્રકાંત મહેતા હજીરાની કંપનીમાં કાર ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. મોનીલના મિત્ર ચિરાગ દિનેશ પરમારનો મુંબઈ ખાતે રહેતો મિત્ર બુધવારે સવારે સુરત આવી રહ્યો હતો. જેથી તેને સ્ટેશન પર રીસીવ કરવા માટે મોનીલ અને તેનો મિત્ર ચિરાગ અલગ અલગ બે બાઈક લઈ નીકળ્યા હતા. ચિરાગ બુલેટ પર અને મોનીલ તેની સ્પોર્ટસ બાઈક યામાહા R15 પર રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. ત્યારે અડાજણ આનંદ મહેલ રોડથી સરદાર બ્રિજ પર ચઢતી વખતે મોનીલે બાઈક પરથી સંતુલન ગુમાવી દેતા બાઈક બ્રિજની રેલીંગ સાથે ભટકાઈ હતી. આ અકસ્માતમાં મોનીલને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અડાજણ પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે માર્ગ અકસ્માતોનું જોખમ કેટલું વધારે છે. વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને બેદરકારીથી વાહન ચલાવવાનું ટાળવું જોઈએ. રાહદારીઓએ પણ રસ્તાઓ ઓળંગતી વખતે સાવચેતી રાખવી જોઈએ.
આ પણ વાંચો....
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
