સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP-કોંગ્રેસના ગઠબંધન પર મંથન, ઇલેકશનમાં NCP પણ ઝંપલાવશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પક્ષો એકશન મોડમાં છે. આ ચૂંટણીમાં એનસીપીએ પણ ઝંપલાવાનું નકકી કર્યું છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઇને હજુ સસ્પેન્સ યથાવત છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો એકશન મોડમાં છે. આજે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે છે. AAP-કોંગ્રેસના ગઠબંધનની શક્યતા પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે.બપોરે 12 વાગ્યે પ્રદેશ કાર્યાલય પર મુકુલ વાસનિકની હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજાશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને એક અન્ય મહત્વના સમાચાર એ છે કે, NCP પણ આ ચૂંટણી જંગમાં ઝંપલાવશે. NCP પાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો મેદાને ઉતારશે.જુનાગઢ મહાનગરપાલિકા સાથે 66 નગરપાલિકાની ચૂંટણીઓ થનાર છે. NCP સુપ્રીમ શરદ પવાર અને કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ દ્વારા ગુજરાત NCP ને આદેશ કરાયા છે.11.30.કલાકે NCP સત્તાવાર જાહેરાત કરશે.
રાજ્યમાં નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનર એસ મુરલીકૃષ્ણને 66 નગરપાલિકાની ચૂંટણી માટે તારીખોની જાહેરાત કરી હતી. 66 નગરપાલિકાઓમાં તારીખ 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. 27 જાન્યુઆરીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક ભરવીની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી છે. ધાનેરા નગરપાલિકાનો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. જૂનાગઢ મહાનગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.
મહત્વની તારીખો
- ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
- ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
- મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
- પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
- મતગણતરીની તારીખ તા.18/02/2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
