શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં ક્યારે પડશે વરસાદ ?

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગુજરાત પર હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે.

ગાંધીનગર:  રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગુજરાત પર હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  ગુજરાતના તમામ જિલ્લાઓમાં 5 દિવસ વરસાદની આગાહી

10 જૂન

અમદાવાદ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , અમરેલી , ગીર સોમનાથમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ સિવાયના જિલ્લામાં શુષ્ક વરસાદની શક્યતા છે

 11 જૂન

અમદાવાદ , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , તાપી , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 

12 જૂન 

સુરત , નવસારી , વલસાડ , રાજકોટ , જામનગર , પોરબંદર , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , દેવભૂમિ દ્વારકા , ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

13 જૂન 

પાટણ , ગાંધીનગર, અમદાવાદ,  આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની વધારે શક્યતા છે. 

14 જૂન

અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે.

રાજ્યમાં વાવાઝોડાની અસર શરુ, પોરબંદર દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, અનેક જગ્યાએ વરસાદ 

વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે. 

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે. આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે. આજે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 

પોરબંદર દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા

બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે.

જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરુ

તો બીજી તરફ જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. એક તરફ તડકો અને બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનથી વૃક્ષો હચમચી ગયા છે. જામનગર શહેરના ટાઉનહોલ, બેડીગેટ, લાલબંગલા સહિતના વિસ્તારમાં જોવા વરસાદ અને પવન જોવા મળી રહ્યો છે. જો કે શહેરના અન્ય વિસ્તારોમાં હજુ સુધી કોઈ અસર જોવા મળી નથી. ભારે પવન અને દરિયામાં જોવા મળેલા કરંટના કારણે યાત્રાધામ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી પેસેન્જર ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. આવતીકાલે 11 જૂનથી નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ફેરી બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ
Embed widget