![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક સપ્તાહમાં વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો ભય, 118 ડેમમાં 25 ટકા ઓછું પાણી, માત્ર બે ડેમ સંપૂર્ણ ભરેલા
ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતમાં 44 ટકાથી વધારે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 40 ટકા પાણી છે.
![એક સપ્તાહમાં વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો ભય, 118 ડેમમાં 25 ટકા ઓછું પાણી, માત્ર બે ડેમ સંપૂર્ણ ભરેલા No rainfall in the state after sowing, 25 per cent less water in 118 dams, only two dams full એક સપ્તાહમાં વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો ભય, 118 ડેમમાં 25 ટકા ઓછું પાણી, માત્ર બે ડેમ સંપૂર્ણ ભરેલા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/02/06100911/1-only-2-meter-water-left-in-narmada.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજ્યમાં અત્યાર સુધીમાં 14.63 ટકા વરસાદ થયો છે. ગયા વર્ષના જુન મહિનામાં 14.71 ટકા વરસાદ થયો હતો. રાજ્યના 206 જળાશયોમાં 39 ટકા જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે. બંન્ને જળાશયો અમરેલી જિલ્લાના છે. 65 જળાશયોમાં 10 ટકાથી ઓછુ પાણી છે. જ્યારે 118 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછુ પાણી બચ્યું છે.
સરદાર સરોવરમાં 43 ટકા જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે. હાલમાં સરદાર સરોવર ડેમની જળસપાટી 113.12 મીટર છે. પાંચ જુન 2020એ સરદાર સરોવર ડેમની જળસપાટી 122.36 મીટર હતી. રાજ્યના છ જળાશયોમાં જ 80 ટકાથી વધારે પાણી છે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતમાં 44 ટકાથી વધારે જ્યારે દક્ષિણ ગુજરાતમાં 40 ટકા પાણી છે.
સૌરાષ્ટ્રમાં 31 ટકા જળસંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠામાં સાત ટકા, ખેડામાં ચાર ટકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2.54 ટકા જળસંગ્રહ છે. ગત વર્ષે ત્રણ જુલાઈ સુધી 45.67 ટકા જળસંગ્રહ હતો.
વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ન પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે.
છેલ્લા 30 વર્ષમાં સૌથી વધારે 50 ઈંચ વરસાદ 1994માં જ્યારે સૌથી ઓછો 18 ઈંચ વરસાદ વર્ષ 2000માં થયો હતો. 2020માં કુલ વરસાદના 58 ટકા વરસાદ એકલા ઓગસ્ટ મહિનામાં જ વરસ્યો હતો. તો 2005, 2006 અને 2007 એમ સતત ત્રણ વર્ષ સતત 40 ઈંચથી વધારે વરસાદ થયો હતો.
રાજ્યના ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર. સારા વરસાદ માટે લોકોએ હજુ વધુ રાહ જોવી પડશે. કારણ કે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની ખાસ સંભાવના નથી. હવમાન વિભાગે આગાહી કરી છે કે, 5, 6 અને 7 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો 8 અને 9 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદની પડી શકે છે. ગુજરાતમાં હાલ 36% વરસાદની ઘટ છે. જેમાં સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. પરંતુ તે સામાન્ય વરસાદથી દૂર થઈ શકે તેમ નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)