રાજ્યમાં આ તારીખે પડી શકે છે કમોસમી વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 20થી22 એપ્રિલના રોજ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સુરત, ભરુચ, વડોદરા, નર્મદા, તાપી, દાહોદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલમાં રાજ્યના લોકો ઉનાળાની અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
બ્રિટનના વડાપ્રધાન 21 એપ્રિલે ગુજરાતથી ભારત પ્રવાસની કરશે શરૂઆત
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના વડાપ્રધાન મોદીના આમંત્રણ પર 21 એપ્રિલના રોજ ભારત પ્રવાસ પર આવશે. વડાપ્રધાન તરીકે બોરિસનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. તેઓ પોતાના પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરશે. અહી બોરિસ જોનસન રોકાણ અને વ્યાપારીક સંબંધો પર અનેક ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બ્રિટનના વડાપ્રધાન આગામી દિવસે એટલે કે 22 એપ્રિલના રોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. બ્રિટિશ વડાપ્રધાનની આ યાત્રાને યુકેની નવી ઇન્ડોપેસેફિક નીતિ સાથે જોડવામાં આવી રહી છે. નોંધનીય છે કે બ્રિટનમાં વસેલા ભારતીય –બ્રિટિશ નાગરિકોમાંથી અડધાથી વધુ ગુજરાતી મૂળના છે. જેના કારણે તેઓ ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વ્યાપાર મુદ્દે થશે મહત્વની વાત
આ અગાઉ મેચ 2021માં બંન્ને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલી બેઠક થઇ હતી અને 2030ના રોડમેપ પર વાત થઇ હતી. આ રોડમેપ સ્વાસ્થ્ય, જળવાયુ, વ્યાપાર, શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજી અને સંરક્ષણમાં યુકે અને ભારતના સંબંધો માટે એક રૂપરેખા તૈયાર કરે છે. બેઠક દરમિયાન બંન્ને દેશોના સંબંધોની સ્થિતિ માટે વ્યાપક રણનીતિક ભાગીદારી વધારવા પર સહમત થયા હતા.
વ્યાપાર કરારની ચર્ચા વચ્ચે આ વર્ચ્યુઅલ બેઠકના મહત્વના પરિણામોમાં બંન્ને દેશો વચ્ચે વ્યાપારને 2030 સુધી ડબલ કરવા પર સહમતિ સધાઇ હતી. વર્તમાનમાં બ્રિટન અને ભારત વચ્ચે વાર્ષિક વ્યાપાર લગભગ 23 બિલિયન પાઉન્ડ છે.
Before You Go
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ






















