શોધખોળ કરો
રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, 10 જિલ્લા અને એક મનપામાં ન નોંધાયો એક પણ કેસ, જાણો
રાજ્યમાં કોરોના લગભગ ખત્મ થવાને આરે છે. રાજ્યના 10 જિલ્લાઓ અને એક મહાનગરપાલિકામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી.

પ્રતિકાત્મક તસવીર
રાજ્યમાં કોરોના લગભગ ખત્મ થવાને આરે છે. રાજ્યના 10 જિલ્લાઓ અને એક મહાનગરપાલિકામાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 268 નવા કેસ નોંધાયા હતા જ્યારે 281 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.67 ટકા પર પહોંચ્યો છે.
જે 13 જિલ્લામાં કોરોનાનો નવો કેસ નથી નોંધાયો તેમાં અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, ડાંગ, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, તાપી, વલસાડ એમ કુલ 11 જિલ્લા અને એક કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
રાજ્યમાં હાલ 1767 એક્ટિવ કેસ છે, જેમાંથી 28 લોકો વેન્ટિલેટર પર અને 1739 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4400 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 281 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,58,551 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
