શોધખોળ કરો
Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 374 કેસ, 28નાં મોત, સંક્રમિતોની સંખ્યા 5428
છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 374 નવા કેસ નોંધાયા છે જ્યારે 28 દર્દીઓના મોત થયા છે. આજે 146 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
![Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 374 કેસ, 28નાં મોત, સંક્રમિતોની સંખ્યા 5428 Number of COVID19 positive cases reaches 5428 in gujarat Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 374 કેસ, 28નાં મોત, સંક્રમિતોની સંખ્યા 5428](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/04013618/Covid-guj.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસનો કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 374 નવા કેસ નોંધાયા છે જ્યારે 28 દર્દીઓના મોત થયા છે. આજે 146 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 5428 પર પહોંચી છે અને મૃત્યુઆંક 290 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 274 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે સુરતમાં 25, વડોદરા-25, ગાંધીનગર-3, પાટણ-1, બનાસકાંઠા-7, મહેસાણા-21, બોટાદ-3, દાહોદ અને અરવલ્લીમા 1-1, મહિસાગર -10, દેવભૂમિ દ્વારકા 3 કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 28 લોકોનાં મોત થયા છે. જેમાંથી 4નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 24નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 28 મોતમાંથી અમદાવાદમાં-23, સુરતમાં-2, વડોદરા- 1, ગાંધીનગર 1 અને આણંદ 1 મોત થયું છે. કુલ મૃત્યુઆંક 290 પર પહોંચ્યો છે.
રાજ્યમાં કુલ 5428 કોરોના કેસમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે અને 4065 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1042 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 80060 ટેસ્ટ થયા જેમાંથી 5428 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
![Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 374 કેસ, 28નાં મોત, સંક્રમિતોની સંખ્યા 5428](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/04013021/374.jpg)
![Covid-19: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 374 કેસ, 28નાં મોત, સંક્રમિતોની સંખ્યા 5428](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/04013157/total.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)