શોધખોળ કરો

ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું: આજે 7 જિલ્લામાં યલો એલર્ટ, 2-3 દિવસમાં જમાવટ

gujarat monsoon arrival: સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, આગામી દિવસોમાં સંપૂર્ણ રાજ્ય.
  • આજે સર્ક્યુલેશનથી 7 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ.
  • માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, તોફાની પવનની શક્યતા.
  • ચોમાસું મધ્યપ્રદેશ, યુપી તરફ આગળ વધવા સાનુકૂળ સ્થિતિ.

gujarat monsoon arrival: રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે હવામાન વિભાગે ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં આજથી ચોમાસાએ સત્તાવાર રીતે એન્ટ્રી કરી લીધી છે અને આગામી 2 થી 3 દિવસમાં આખાય રાજ્યમાં મેઘરાજા બરાબરની જમાવટ કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે આજે રાજ્યના 7 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠે તોફાની પવન સાથે ગાજવીજની શક્યતા હોવાથી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.

ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ

અત્યારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધીને ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના બાકીના ભાગો સહિત છત્તીસગઢ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2 થી 3 દિવસ માટે એવો સાનુકૂળ માહોલ સર્જાયો છે કે ચોમાસું ઉત્તર અરબ સાગર, ગુજરાત અને મધ્ય પ્રદેશના વધુ વિસ્તારોની સાથે યુપી અને બિહાર તરફ આગળ વધશે.

આજે ક્યાં અપાયું યલો એલર્ટ?

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર: અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાત: સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે.

આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે.'

આ પણ વાંચોઃ Gujarat Rain Update: ગુજરાત માટે આગામી 3 કલાક ભારે, 14 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

આવતીકાલ માટે હવામાન વિભાગની આગાહી

આવતીકાલની વાત કરીએ તો રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે:

સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.

મધ્ય ગુજરાત: પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાત: ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે.

આ સાથે જ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોતાં લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!

Frequently Asked Questions

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ક્યારે થઈ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આજથી ચોમાસાએ સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે. આગામી 2-3 દિવસમાં રાજ્યભરમાં મેઘરાજા જમાવટ કરશે.

આજે કયા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે?

આજે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લાઓ માટે યલો એલર્ટ અપાયું છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ એલર્ટ છે.

માછીમારો માટે શું સૂચના છે?

દરિયાકાંઠે તોફાની પવન અને ગાજવીજની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.

આગામી દિવસોમાં ચોમાસું કયા વિસ્તારોમાં આગળ વધશે?

આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર અરબ સાગર, ગુજરાત, મધ્ય પ્રદેશના વધુ વિસ્તારોની સાથે યુપી અને બિહાર તરફ આગળ વધશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Gujarat Rain: મહીસાગરના લુણાવાડામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,  બજારમાં ભરાયા ઘૂંટણસમા પાણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget