શોધખોળ કરો

Gujarat Heat: કાળઝાળ ગરમીને લઈ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જાણો હવામાનનું અપડેટ 

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં કાળઝાળ ગરમી, અનેક શહેરોમાં 42 ડિગ્રી પાર.
  • કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં 44 ડિગ્રી આગાહી.
  • આગામી ત્રણ દિવસ હીટવેવ યથાવત રહેશે.
  • હીટ સ્ટ્રોકથી બચવા વધુ પાણી, ફળો, હળવા કપડાં પહેરો.

ગાંધીનગર: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.  ગુજરાતના અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, અમરેલીમાં કાળઝાળ ગરમી પડી રહી છે.   આજે પણ અમદાવાદમાં તાપમાનનો પારો 44 ડિગ્રી આસપાસ રહેવાની ધારણા છે.  

કચ્છ-સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ

આજે કચ્છ અને સુરેંદ્રનગરમાં ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે બનાસકાંઠા, પાટણ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે પણ કચ્છ અને સુરેંદ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીનો પારો 41થી 45 ડિગ્રીની આસપાસ રહેશે. 

અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી

આગામી 3 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં આકરી ગરમી પડશે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

મંગળવાર 12 મેના રોજ  સુરેન્દ્રનગર 45 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 44.4 ડિગ્રી સાથે અમદાવાદમાં સીઝનની સૌથી વધુ ગરમી પડી હતી. જ્યારે ગાંધીનગર, રાજકોટ, વડોદરા, કંડલા એરપોર્ટમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી વરસતી લૂના કારણે હીટ સ્ટ્રોકના કેસ પણ વધ્યા છે. આકરા તાપથી બચવા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

હીટ સ્ટ્રોકથી બચવા કરો આ ઉપાય

ઉનાળાની ઋતુમાં દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવો. 3 લીટર પીવાના પાણીમાં 10 ગ્રામ વેટીવરના મૂળ નાખીને સારી રીતે ઉકાળો, પછી આ પાણી આખા દિવસ દરમિયાન પીવો. હીટ સ્ટ્રોકથી બચવા માટે, આલ્કોહોલ, ગરમ અથાણું અને આથોવાળા એસિડિક ખોરાક લેવાનું ટાળો. હીટ સ્ટ્રોકથી બચવા માટે તમારા આહારમાં નારિયેળ પાણી, લીંબુનો રસ, તરબૂચ અને તરબૂચ જેવા મોસમી ફળોનો સમાવેશ કરો.

આ પણ વાંચો- રાજયમાં હાલમાં ગરમીથી નહીં મળે કોઈ રાહત, ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી 

પોલિએસ્ટરથી બનેલા ચુસ્ત કપડાં પહેરવાનું ટાળો અને તેના બદલે ઢીલા-ફિટિંગ સુતરાઉ કપડાં પહેરો. ઘરની બહાર તડકામાં ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવાનું ધ્યાન રાખો. સવારે 11 થી બપોરે 3 વાગ્યાની વચ્ચે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાનું ટાળો, કારણ કે તે હીટ સ્ટ્રોકનું કારણ બની શકે છે.

Frequently Asked Questions

રાજ્યમાં હાલમાં તાપમાન કેટલું રહેવાની ધારણા છે?

રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. અમદાવાદમાં 44 ડિગ્રી અને કચ્છ-સુરેન્દ્રનગરમાં 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની ધારણા છે.

ગરમીને લઈને કયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે?

કચ્છ અને સુરેન્દ્રનગરમાં ગરમીને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ રહેશે.

હીટ સ્ટ્રોકથી બચવા માટે શું કરવું જોઈએ?

દરરોજ 3 થી 4 લીટર પાણી પીવો, મોસમી ફળો ખાઓ અને આલ્કોહોલ તથા એસિડિક ખોરાક ટાળો. ઢીલા સુતરાઉ કપડાં પહેરો અને તડકામાં ટોપી/છત્રીનો ઉપયોગ કરો.

મંગળવાર 12 મેના રોજ રાજ્યનું સૌથી ગરમ શહેર કયું હતું?

મંગળવાર 12 મેના રોજ સુરેન્દ્રનગર 45 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Advertisement

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?
Embed widget