શોધખોળ કરો

રાજયમાં હાલમાં ગરમીથી નહીં મળે કોઈ રાહત, ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચવાની આગાહી 

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીમાં હાલમાં લોકોને કોઈ રાહત મળશે નહીં. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવ રહેશે, 45 ડિગ્રી સુધી તાપમાન જશે.
  • અમદાવાદ, રાજકોટ, સુરત સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી પાર.
  • રાજ્યમાં કાળઝાળ ગરમી, હીટવેવને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.
  • આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને ખાસ વોર્ડની વ્યવસ્થા.

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીમાં હાલમાં લોકોને કોઈ રાહત મળશે નહીં. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 3 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને સુરત જેવા વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરામાં આકરી ગરમી પડશે.

સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સાથે જ સુરેંદ્રનગર અને કચ્છમાં પણ કાળઝાળ ગરમી પડશે. તો આ તરફ મંગળવારે 45 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. 44.4 ડિગ્રી સાથે અમદાવાદમાં સીઝનની સૌથી વધુ ગરમી પડી હતી. તો ગાંધીનગર, રાજકોટ, વડોદરા, કંડલા એરપોર્ટમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકાશમાંથી વરસતી લૂના કારણે હીટ સ્ટ્રોકના કેસ પણ વધ્યા છે. આકરા તાપથી બચવા લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગે 13 જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી કરી હતી. સુરતમાં સિવિયર હીટવેવની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં લૂ ફૂંકાશે. મંગળવારે 45 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર એ છે કે, આ વર્ષે વહેલુ ચોમાસું બેસશે તેવી આગાહી છે. હવામાન વિભાગે વહેલા ચોમાસાની કરી આગાહી કરી છે. દ.ભારતમાં મે મહિનાના અંતમાં મોન્સૂન પ્રવેશી શકે છે. દિલ્હી-NCR વિસ્તારમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરીને ભારે પવન, વરસાદ અને વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડા સહિતના વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 13 મે પછી હવામાનમાં થોડો સુધારો થવાની સંભાવના છે. 

આ કાળઝાળ ગરમીની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. રાજ્યમાં હીટ સ્ટ્રોક, લૂ લાગવી અને પેટમાં દુખાવાના કેસોમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલોમાં ખાસ હીટવેવ વોર્ડ અને બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે ખૂબ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું અને ડીહાઇડ્રેશનથી બચવા માટે સતત પાણી પીતા રહેવું.

Frequently Asked Questions

હાલમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવ અને કેટલાક વિસ્તારોમાં સિવિયર હીટવેવની સ્થિતિ યથાવત રહેશે તેવી આગાહી કરી છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.

રાજ્યમાં કયા જિલ્લાઓમાં વધુ ગરમી પડશે?

બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, દ્વારકા, બોટાદ, સુરેંદ્રનગર અને કચ્છ જેવા જિલ્લાઓમાં આકરી ગરમી પડશે.

હીટ સ્ટ્રોકના કેસો વધી રહ્યા છે?

હા, આકાશમાંથી વરસતી લૂના કારણે હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગે લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની અપીલ કરી છે.

ચોમાસું ક્યારે બેસશે?

આ વર્ષે ચોમાસું વહેલું બેસવાની આગાહી છે. દક્ષિણ ભારતમાં મે મહિનાના અંતમાં ચોમાસું પ્રવેશી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ
Embed widget