Palanpur: સરકારી શાળામાં પ્રાર્થના કાર્યક્રમ બંધ કરાવવા વિધર્મી યુવકે શિક્ષકો સાથે બોલાચાલી કરી
આજે દેશભરમાં 74મો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પણ સરકારી સ્કૂલોમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે
પાલનપુરઃ પાલનપુરમાં એક સરકારી પ્રાથમિક સ્કૂલમાં પ્રાર્થના કાર્યક્રમ બંધ કરાવવા એક વિધર્મી યુવક પહોંચ્યો હતો અને શિક્ષકો સાથે બોલાચાલી કરી હતી.
મળતી જાણકારી અનુસાર, પાલનપુરની સરકારી શાળામાં પ્રાર્થના કાર્યક્રમ બંધ કરાવવા પહોંચેલા વિધર્મી યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. શહેરની સરકારી પ્રાથમિક શાળામાં એક વિધર્મી યુવક પહોંચ્યો અને બાદમાં પ્રાર્થના કાર્યક્રમ બંધ કરાવવા શિક્ષકો સાથે બોલાચાલી કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો હાજર શિક્ષકોએ મોબાઈલ કેમેરામાં કેદ કરતા પોલીસ એક્શનમાં આવી અને તાત્કાલિક યુવકની ધરપકડ કરી હતી. પોલીસે શાળામાં જઇ શિક્ષકો સાથે બબાલ કરનાર યુવકની કરી અટકાયત હતી.
Anand: આણંદના ઉમરેઠમાં યુવતીનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં શું થયો મોટો ખુલાસો?
ઉમરેઠઃ આણંદના ઉમરેઠમાં ચાર દિવસ અગાઉ યુવતીનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યુ હતું કે યુવતીની હત્યા કરવાનો પ્રયાસ કોઇ અન્યએ નહી પરંતુ તેના પ્રેમીએ જ કર્યો હતો. યુવતી ગાંધીધામની રહેવાસી છે જ્યારે યુવક બનાસકાંઠાના અંબરનેસડા ગામનો રહેવાસી છે. આરોપી યુવકનું નામ રવિ રાવળ છે. યુવતી અને રવિ રાવળને કેટલાક સમયથીપ્રેમ સંબંધ હતો.
બંન્ને લોકો ફરવા માટે નીકળ્યા હતા. દરમિયાન બંને ઉમરેઠમાં ભાડાના મકાનમાં રાત્રિ દરમિયાન રોકાયા હતા. જ્યા યુવતીએ ઉછીના આપેલા 40 હજાર રૂપિયા પરત માંગતા પ્રેમી યુવક રવિ રાવળ ઉશ્કેરાયો હતો અને યુવતી પર છરી વડે હુમલો કર્યો હતો. હાલમાં યુવતીની અમદાવાદ સિવિલમાં સારવાર ચાલી રહી છે. તો પોલીસે હુમલો કરનારને પકડવા માટે તપાસ તેજ કરી છે.
Student Suicide: શાળાના કેમ્પસમાં જ વિદ્યાર્થિનીએ ગળા ફાંસો ખાઇ કરી લીધી આત્મહત્યા
Student Suicide: રાજકોટ જિલ્લાના વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું.વિદ્યાર્થીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી હતી. શાળાના કેમ્પસમાં સુસાઇડ કરી લેતાં ચકચાર મચી ગઇ છે.
રાજકોટ જિલ્લાના વિંછીયાની આદર્શ સ્કૂલના કેમ્પસમાં વિદ્યાર્થિનીએ આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું. વિદ્યાર્થીની આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી હતી. શાળાના કેમ્પસમાં સુસાઇડ કરી લેતાં ચકચાર મચી ગઇ છે. વીંછિયાની આ આદર્શ સ્કૂલ મંત્રી કુંવરજી બાવળીયાની છે. વિદ્યાર્થિનીએ વૃક્ષ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની વિગત મળી છે. વિદ્યાર્થિનીનો મૃતદેહ ઝાડ પરથી લટકતો જોવા મળ્યો હતો. ઉલ્લેનિય છે કે, આ વિદ્યાર્થિની ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ ક્યાં કારણે આપઘાત કર્યો તેનું કારણ હજું અકબંધ છે. આ ઘટના ગત રાત્રે બની હતી. વિંછીયા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.