Patan KhodalDham: પાટણમાં બની રહ્યું છે કાગવડ જેવું ખોડલધામ, શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ, જાણો વિશેષતા...
આજે દુર્ષાષ્ટમી છે અને આજનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ખુશીનો દિવસ પણ બન્યો છે. આજે સંડેર ખાતે ખોડલધામ સંકુલની શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ છે
Patan KhodalDham: આજે લેઉવા પાટીદાર સમાજ માટે એક ખુશીનો દિવસ છે કેમ કે આજે પાટણમાં એક વધુ ખોડલધામ બનવા જઇ રહ્યું છે. પાટણના સંડેરમાં બની રહેલા આ નવા ખોડલધામની આજે શિલાન્યાસ વિધિ પૂર્ણ થઇ છે, સંડેરનું અને ખોડલધામ સંકુલ સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ ભવ્ય હશે. ખાસ વાત છે કે, અહીં વિવિધ પ્રકલ્પોનો પણ લાભ લઇ શકાશે. આ ખાસ શિલાન્યાસ વિધિમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ પણ સામેલ થયા હતા.
આજે દુર્ષાષ્ટમી છે અને આજનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ખુશીનો દિવસ પણ બન્યો છે. આજે સંડેર ખાતે ખોડલધામ સંકુલની શિલાન્યાસ વિધિ પૂર્ણ કરાઇ છે. ખોડલધામ સંડેર ખાતે માં ખોડલના મંદિર સાથે શિક્ષણ, આરોગ્ય અને કૃષિના વિવિધ પ્રકલ્પો પણ ઊભા કરાશે. સંડેર બાદ હવે અમદાવાદમાં પણ નજીકના સમયમાં ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવશે. અમદાવાદ બાદ સ્ટેચ્યૂ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ખોડલધામનો શિલાન્યાસ કરવામાં આવશે. આગામી 21 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે એક વિશાળ કેન્સર હૉસ્પીટલનું શિલાન્યાસ કરવાનું પણ આયોજન છે. આનાથી માત્ર લેઉવા પટેલ સામજ જ નહીં પણ રાષ્ટ્રસેવાની નેમ સાથે તમામ સમાજના લોકો ખોડલધામના વિવિધ પ્રકલ્પોનો લાભ લઈ શકશે.
પાટણના સંડેરમાં બની રહેલું આ નવુ ખોડલધામ સંકુલ ખાસ હશે, સૌરાષ્ટ્રના કાગવડ જેવું જ પાટણના સંડેરમાં પણ ખોડલધામ બનશે. પાટણના સંડેરમાં ખોડલધામના શિલાન્યાસની પૂજાવિધિ પૂર્ણ થઇ ચૂકી છે. દીકરીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા શુભ મુહૂર્તમાં શિલાન્યાસ વિધિ પૂર્ણ કરી હતી. લેઉવા પટેલના કુળદેવી માં ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણના સંડેરમાં બહુ જલદી નિર્માણ પામશે. આજે નવરાત્રિના આઠમના દિવસે ભવ્ય ખોડલધામનું ભૂમિપૂજન થયુ છે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હૉસ્પિટલ પણ અહી નિર્માણ પામશે. ખાસ વાત છે કે, સંડેરનું આ ખોડલધામ મંદિર ગુલાબી પથ્થરમાંથી બનાવાશે, આમાં 51 હજાર ઘનફૂટ પથ્થરોનો ઉપયોગથી ખોડલધામ મંદિર બનાવવામાં થશે. આ ગુલાબી પથ્થરો રાજસ્થાનના ભરતપુરમાંથી લાવવામાં આવશે. 50 વિઘા જમીનમાં 100 કરોડના ખર્ચે આ સમગ્ર ખોડલધામ મંદિર સંકુલ નિર્માણ પામશે.
ખોડલધામ મંદિર ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિ માટે પણ અહીં વિવિધ પ્રકલ્પોનું ખાસ નિર્માણ કરાશે. માત્ર લેઉવા પટેલ માટે નહીં સમગ્ર સમાજ માટે 250 બેડની અત્યાધુનિક હૉસ્પીટલ બનાવાશે. તમામ સમાજના યુવાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અહીં શૈક્ષણિક સંકુલ બનશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે કૃષિ સહાયતા કેન્દ્ર પણ આ જ સંકુલમાં બનશે. 2 વર્ષમાં ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય એ મુજબનું આયોજન કરાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખોડલધામના ભૂમિપૂજનમાં ઉપસ્થિત રહ્યાં હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા. ભૂમિપૂજનના સ્થળે 3 વિશાળ ડૉમ ઉભા કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્ય અને દેશમાંથી લેઉવા પટેલ સમાજના હજારો લોકો સંડેર ખોડલધામ ભૂમિપૂજનમાં પહોંચ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોની અહીં શિલાન્યાસ વિધિમાં ખાસ ઉપસ્થિતિ હતી.