Patan: કેવી રીતે ભણશે ગુજરાત? કરોડોના ખર્ચે બનેલી હોસ્ટેલ 3 વર્ષથી ખાઈ રહી છે ધૂળ

બોયઝ હોસ્ટેલ
પાટણ જિલ્લાના છેવાડાના વિસ્તારમાં રહેતા તમામ એવા વિદ્યાર્થીઓ કે જેઓ આર્થિક રીતે કમજોર છે એવા બાળકોને સારી ગુણવત્તા વાળા શિક્ષણ માટે છેવાડાના સમી તાલુકાના વિસ્તારમાં મોડલ સ્કૂલ બનાવવામાં આવી અને સાથે સાથે મોડલ સ્કૂલની બાજુમાં જ એક હોસ્ટેલ પણ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે.
પાટણ: સરકારે એક તરફ રાજ્યના તમામ છેવાડાના ગ્રામ્ય વિસ્તારોના બાળકોને ઉચ્ચ ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવીને કરોડોના ખર્ચે નવા બાંધકામો તો બનાવ્યા છે

