શોધખોળ કરો

PM Modi Visit: આજે ગુજરાત આવશે વડાપ્રધાન મોદી, 57 હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાઓની આપશે ભેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

PM Modi Visit: તેઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે

PM Modi Visit:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે પીએમ ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. પીએમ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

જાણો સંપૂર્ણ કાર્યક્રમ 

-પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદ પહોંચશે. અહીં પીએમ મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.

-પીએમ મોદી બપોરે 12.45 કલાકે મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તે પછી લગભગ 1 વાગ્યે, પીએમ મોદી મહેસાણામાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને 13,500 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

-આ પછી પીએમ મોદી સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ 47,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી સાંજે લગભગ 6 વાગ્યે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે. અહીંથી પીએમ મોદી બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) ગિફ્ટ કરશે.

 

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
  • ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ
  • રૂ.2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે
  • રૂ.1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
  • માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
  • અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ  છે.

ભારતનેટ ફેઝ-હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 એમબીપીએસ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામપંચાયત દીઠ 1 જીબીપીએસ સુધી વધારી શકાય છે.

આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડીંગનું લોકાર્પણ, તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સીટી ખાતે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRU) ના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ₹2500 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

રેલવે વિભાગના ₹2300 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા ખાતે રૂ.2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં રાધનપુર-સમખિયાળી (134.30 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.84 કિમી) સેક્શન, મહેસાણા-જગુદણ (10.89 કિમી) ન્યુ બ્રોડગેજ લાઇન, મહેસાણા-ભાંડુ મોટી દાઉ (8.89 કિમી) સેક્શન વગેરે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. રાધનપુર-સમખિયાળી સેક્શન પાલનપુર-સમખિયાળી (247.73 કિમી) ડબલિંગનો ભાગ છે, જે કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સના લોકાર્પણથી ગુજરાતના મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને અમદાવાદના લોકોને લાભ થશે.

માર્ગ અને મકાન વિભાગના અંદાજિત રૂ.1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાનના હસ્તે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ R&B), નેશનલ હાઇવે (NH) અને કેપિટલ પ્રોજેક્ટ ગાંધીનગરના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં રૂ.310 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને અંદાજિત રૂ.1400 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત થશે. આમ, માર્ગ અને મકાન વિભાગના કુલ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. 

અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે તૈયાર થયેલા  એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ 

બનાસકાંઠા જિલ્લાના થરાદ હાઇવે પર નાની ગામ ખાતે નિર્માણ પામી રહેલા એરફોર્સ સ્ટેશન ડીસા માટે અંદાજિત રૂ394 કરોડના ખર્ચે રનવે તૈયાર કરવામાં આવ્યો છે,  જેનું લોકાર્પણ આગામી 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે થશે.

આ એરબેઝ એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી 130 કિમીના અંતરે સ્થિત છે, જે દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ડીસા એરફિલ્ડની સ્થાપનાથી ભારતને પશ્ચિમ સરહદ પર જમીન અને સમુદ્ર પર એક સાથે કામગીરી કરવા માટે ભૌગોલિક રીતે સુરક્ષિત લોન્ચ પેડ મળશે. અમદાવાદ અને વડોદરાના મહત્વના આર્થિક કેન્દ્રોને એર ડિફેન્સ પ્રોવાઇડ કરવામાં ડીસા એરફિલ્ડ મહત્વપૂર્ણ બની રહેશે. GRIHA (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટાટ એસેસમેન્ટ)ના ધોરણોને અનુસરીને, પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજી અને ગ્રીન ફિલ્ડના ખ્યાલોનો ઉપયોગ કરીને આ એરફોર્સ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

આ એરફોર્સ સ્ટેશનના નિર્માણથી કચ્છ અને દક્ષિણ રાજસ્થાન વિસ્તારોમાં આર્થિક સમૃદ્ધિ આવશે કારણ કે તે સ્થાનિકો માટે સારી રોજગારીની તકો ઊભી કરશે UDAN RCS થી રિજિયોનલ એર કનેક્ટિવિટી આપશે. આ એરફિલ્ડ ભારતને, મહત્વપૂર્ણ કંડલા બંદર તેમજ જામનગર ઓઈલ રિફાઈનરીથી પૂર્વમાં એર હેડ પ્રદાન કરીને તેની આર્થિક અને ઊર્જા આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે અને આ વિસ્તારમાં HADR મિશન માટે લોન્ચ પેડ તરીકે પણ કામ કરશે.

રૂ.1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન અને રૂ.248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યો

જળ સંસાધન વિભાગ હેઠળ રૂ.1200 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેમાં માધવગઢથી રાયગઢ પાઇપલાઇન અને થરાદથી સીપુ ડેમ પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ બાલારામ-મલાણા પાઇપલાઇન અને સતલાસણા અને ખેરાલુ તાલુકાના તળાવો ભરવા માટેની પાઇપલાઇનના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રૂ.248 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના રૂ.2100 કરોડથી વધુના બે પ્રોજેક્ટનું ખાતમુહુર્ત, હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના રૂ.1685 કરોડના ખર્ચે 2 પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત તેમજ ઊર્જા મંત્રાલયના રૂ.612 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે.

ઉપર જણાવેલ તમામ  વિકાસકાર્યો ઉપરાંત, અંદાજિત રૂ. 507 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગના 9 કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત, અંદાજિત રૂ.108 કરોડના ખર્ચે IMD-પ્રવાસન વિભાગના 3 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ રૂ.36 કરોડના ખર્ચે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ સમરસ ગ્રામ પંચાયતનું લોકાર્પણ પણ કરવામાં આવશે. આમ, મહેસાણા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ.13,000 કરોડથી વધુના વિકાસકાર્યોની ગુજરાતની જનતાને ભેટ આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ, 2015થી 20 સુધીમાં બેન્કમાંથી ઉપાડ્યો નહોતો 1 પણ રૂપિયો
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા વાહનચાલકોને સલામત માર્ગ કયારે મળશે? ક્ષતિગ્રસ્ત રોડમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા
Dwarka: ખેડૂતોના સમર્થનમાં આવ્યા ભાજપ સાંસદ પૂનમ માડમ, સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતર મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget