શોધખોળ કરો

18 જૂને 100 વર્ષનાં થઈ રહેલ માતા હીરા બાને મળવા આવશે PM મોદી, કરાયું છે વિશેષ આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં (PM Modi) માતા હીરાબેન 18 જૂને પોતાનો 100મો જન્મદિવસ ઉજવશે.

PM Modi Mother Birthday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં (PM Modi) માતા હીરાબેન 18 જૂને પોતાનો 100મો જન્મદિવસ ઉજવશે. ત્યારે 18 જૂને પીએમ મોદી તેમનાં માતા હીરાબેન મોદીને (Heeraben Modi) મળવા માટે ગાંધીનગર સ્થિત ઘરે આવશે અને માતા સાથે જન્મદિવસની ઉજવણી કરશે. આ અવસરે પીએમ મોદીના વતન વડનગરમાં આવેલા હાટકેશ્વર મંદિરમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજા કાર્યક્રમમાં પીએમ મોદી પણ ઉપસ્થિત રહેશે. આ સિવાય પીએમ મોદી પાવાગઢમાં મહાકાળી મંદિરનું ધ્વજારોહણ પણ કરશે.

હીરા બાનો 100મો જન્મદિવસ:
આ પહેલાં 11 માર્ચે પીએમ મોદીએ તેમનાં માતા હીરાબેન સાથે મુલાકાત કરી હતી. બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા પીએમ મોદીએ બે વર્ષ બાદ હીરા બાને મળ્યા હતા. કોરોના મહામારીના કારણે પીએમ મોદીએ બે વર્ષ પછી 11 માર્ચે માતાને મળ્યા હતા. ત્યારે હવે ફરીથી માં હીરા બાના 100મા જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર સ્થિત ઘરે આવશે. આ સિવાય  18 જૂનના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી વડોદરામાં આયોજીત એક સભામાં 4 લાખ લોકોને સંબોધીત કરશે. આ સભામાં વિભિન્ન સરકારી યોજનાઓના લાભાર્થીઓ હાજર રહેશે. 

જૂનમાં પીએમની બીજી ગુજરાત મુલાકાત:
આ મહિનામાં પીએમ મોદીની ગુજરાતની આ બીજી મુલાકાત હશે. આ પહેલા 10 જૂનના રોજ, તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, તેમણે નવસારીના આદિવાસી વિસ્તારમાં રૂ. 3,050 કરોડના 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું અને આ વિસ્તારમાં પાણી પુરવઠામાં સુધારો કરવાના હેતુથી બની રહેલા અન્ય 14 થી વધુ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

કાર્યક્રમને લઈને ખાસ તૈયારીઓ:
18મી જૂને યોજાનારી પીએમ મોદીની બીજી મુલાકાતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, સ્થળ પર જર્મન ટેક્નોલોજીથી બનેલા ખાસ ડોમ સહિતની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તાઓનું કાર્પેટિંગ, પાર્કિંગની સુવિધા, લાઇટિંગ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા પણ પૂર્ણતાના આરે છે. કોઈપણ ઈમરજન્સીને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

Embed widget