શોધખોળ કરો

ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો

અમરેલી, વડોદરા અને રાજકોટમાં પીડિતાઓને મળ્યો ન્યાય, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમને પાઠવ્યા અભિનંદન.

POCSO case verdict Gujarat: ગુજરાત સરકારે પોક્સો એક્ટ હેઠળના ગુનાઓમાં દાખલો બેસાડતી કાર્યવાહી કરી છે. રાજ્યમાં એક જ દિવસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લાની અદાલતોએ પોક્સો કેસમાં સંડોવાયેલા સાત બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદાઓ તારીખ ૨૫મી ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ આપવામાં આવ્યા હતા અને તેના દ્વારા સાત પીડિતાઓને ન્યાય મળ્યો છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મહત્વપૂર્ણ ચુકાદાઓ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે."  તેમણે આ સાતેય કેસની તપાસ કરનાર પોલીસ ટીમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા.

અમરેલી જિલ્લામાં નોંધાયેલા બે કેસોમાં પોલીસે આરોપી પકડાયાના માત્ર ૧૭ દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી હતી, જ્યારે ત્રીજા કેસમાં આરોપીની ધરપકડ તે જ દિવસે કરવામાં આવી હતી. રાજકોટ શહેરના એક રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે માત્ર ૪૦ દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી હતી, જેમાં પાટણવાવ કેસમાં બનાવના દિવસે જ આરોપીને પકડી લેવાયો હતો અને ભાયાવદર કેસમાં માત્ર ૭ દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

આ ઝડપી અને અસરકારક તપાસ બદલ ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવોને ડામવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સ્પષ્ટ સૂચના છે કે આવા કેસોમાં પીડિતાઓ પ્રત્યે સંવેદનશીલતા અને કાળજી રાખવામાં આવે અને આરોપીઓને કડક સજા થાય તે માટે મજબૂત પુરાવાઓ સાથે કેસ રજૂ કરવામાં આવે.

સરકારની આ નીતિનું પરિણામ એ છે કે પોક્સો કેસોમાં ગુનેગારોને કડક સજા થઈ રહી છે. છેલ્લા ૩ વર્ષમાં રાજ્યની અદાલતોએ પોક્સો કેસમાં ૯૪૭ ચુકાદાઓમાં સજા સંભળાવી છે, જેમાં ૫૭૪ આરોપીઓને આજીવન કેદ અને ૧૧ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર પીડિતાઓને ન્યાય અપાવવા અને ગુનેગારોને કાયદાના કઠોર પાલનનો અનુભવ કરાવવા માટે મક્કમ છે. આ ચુકાદાઓ ગુજરાતમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સરકારની ગંભીરતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

આ પણ વાંચો...

અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Embed widget