શોધખોળ કરો
Advertisement
સમી: લંપટ ડોક્ટરના દવાખાનામાંથી પોલીસને મળી વાંધાજનક વસ્તુઓ? જાણો શું-શું મળી આવ્યું?
આ ઉપરાંત ડોક્ટરના પુત્ર કિશન મોદી નામનું એક સર્ટી પણ મળી આવ્યું છે. ત્યારે દવાખાનામાં સીસીટીવી કેમેરા ન હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. ત્યારે ડોક્ટર તેના પુત્રનો દુષ્કર્મ કરતો વાયરલ થયેલો વીડિયો મોબાઈલથી ઉતારવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પાટણ: પાટણ જિલ્લાના સમીના દવાખાનામાં લંપટ ડોક્ટર અને તેના પુત્રની સેક્સ લીલાનો ભાંડો ફૂટ્યા બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં રવિવારે પોલીસ, એફએસએલ અને આરોગ્ય વિભાગની ટીમે દવાખાનાની તપાસ હાથ ધરી હતી. પોલીસને દવાખાનામાંથી કોન્ડોમ, કામવાસના ઉત્તેજન થાય તેવા સ્પ્રે ટેબ્લેટ તેમજ માનવ શરીરને નુકશાન કરે તેવી દવાઓ મળી આવી હતી.
આ ઉપરાંત ડોક્ટરના પુત્ર કિશન મોદી નામનું એક સર્ટી પણ મળી આવ્યું છે. ત્યારે દવાખાનામાં સીસીટીવી કેમેરા ન હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. ત્યારે ડોક્ટર તેના પુત્રનો દુષ્કર્મ કરતો વાયરલ થયેલો વીડિયો મોબાઈલથી ઉતારવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પરંતુ આ વીડિયો કોણે ઉતાર્યો અને કંઈ રીતે ઉતાર્યો તે હજી સસ્પેન્સ છે પોલીસ તપાસમાં હજુ આ રહસ્ય ખૂલ્યું નથી. ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા 30 વર્ષથી સમી બજારમાં ચાર રસ્તા પાસે દવાખાનું ચલાવીને હેવાનિયતની હદ વટાવી નાખી હતી.
તેણે પુત્ર સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઈલમાં વીડિયો ઉતારતાં હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement