શોધખોળ કરો

Gujarat Local Body Election 2026: ભરૂચમાં વોર્ડ નંબર- 2ના મતદાન કેન્દ્ર પર વીજ પુરવઠો ખોરવાયો, મીણબત્તીના સહારે મતદાન

Gujarat Election 2026 Voting Updates: ભરૂચમાં વોર્ડ નંબર 2ના મતદાન કેન્દ્ર પર અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

Gujarat Election 2026 Voting Updates:  ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન અનોખી સ્થિતિ સર્જાઈ હતી. મળતી જાણકારી અનુસાર, ભરૂચમાં વોર્ડ નંબર 2ના મતદાન કેન્દ્ર પર અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ઈકરા સ્કૂલ ખાતે આવેલા આ મતદાન મથકે વીજળી ગુલ થતાં તાત્કાલિક મીણબત્તીનો સહારો લેવામાં આવ્યો હતો. મીણબત્તીના સહારે પણ મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. મતદારો ઉત્સાહ સાથે પોતાનો મત આપવા આગળ આવ્યા હતા. આ પરિસ્થિતિ છતાં મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાઈ રહ્યું છે. લોકોએ જવાબદારીપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

લગ્ન પહેલા મતદાન

બોટાદમાં લગ્ન પહેલા દુલ્હન મતદાન કરવા પહોંચી હતી. બોટાદ પાલિકાની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે ત્યારે સરકારી હાઈસ્કૂલના બુથ પર લાંબી લાઈન લાગી હતી. પોતાના લગ્ન પહેલા ભૂમિ પંચાલે મતદાન કર્યું હતું.  અરવલ્લીના મેઘરજમાં વર-કન્યાએ મતદાન કર્યું હતું. લગ્ન પહેલા વર અને કન્યાએ મતદાન કર્યું હતું. લગ્ન પહેલા નવદંપતીએ મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. 

આણંદના કરમસદમાં EVM ખોટવાયું

આણંદના કરમસદમાં EVM ખોટકાયું હતું. કરમસદના મતદાન કેન્દ્રમાં અંદાજે 7 મિનિટ સુધી EVM બંધ રહ્યું હતુ. તાત્કાલિક અન્ય EVM મંગાવી મતદાન શરૂ કરાયું હતું. 

જો વોટર ID ન હોય તો, આ 14 માંથી કોઈ એક પુરાવો સાથે રાખો:

-ફોટાવાળો ઓરિજિનલ પાસપોર્ટ
-ડ્રાઇવિંગ લાયસન્સ (જે ચૂંટણીની તારીખથી ઓછામાં ઓછા 1 મહિના પહેલા ઇશ્યૂ થયેલું હોય)
-પાન (PAN) કાર્ડ
-કેન્દ્ર કે રાજ્ય સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિમિટેડ કંપનીઓ દ્વારા તેમના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટાવાળું ઓળખકાર્ડ (ID Card)
-બેંક અથવા પોસ્ટ ઓફિસની ફોટાવાળી પાસબુક (1 મહિના પહેલા ઇશ્યૂ થયેલી)
-SC/ST કે OBC વર્ગ માટે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલું ફોટાવાળું પ્રમાણપત્ર
-ફોટાવાળું પેન્શન સર્ટિફિકેટ (જેમ કે માજી સૈનિકની પેન્શન બુક, વિધવા પેન્શન બુક કે વૃદ્ધાવસ્થા પેન્શન ઓર્ડર - 1 મહિના પહેલાનું)
-કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલું સ્વતંત્રતા સેનાનીનું ફોટાવાળું ઓળખકાર્ડ
-હથિયાર માટેનું ફોટાવાળું લાયસન્સ (1 મહિના પહેલા ઇશ્યૂ થયેલું)
-સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું દિવ્યાંગ વ્યક્તિનું ફોટાવાળું પ્રમાણપત્ર
-મનરેગા (MNREGS) યોજના હેઠળ અપાતું ફોટાવાળું જોબ કાર્ડ
-ESI યોજના હેઠળ આપવામાં આવેલું હેલ્થ કે ઓળખકાર્ડ
-નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) યોજના હેઠળ આપવામાં આવેલું સ્માર્ટ કાર્ડ
-UIDAI દ્વારા આપવામાં આવેલું આધાર કાર્ડ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget