શોધખોળ કરો

Gujarat Rain: આજે પણ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે પણ હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ હળવાથી લઈ સામાન્ય વરસાદની શક્યતા છે. બેથી ત્રણ દિવસમાં રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે. આગામી બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી બે દિવસ  સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું અનુમાન છે.  દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. 

આજે આ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે

બીજી તરફ આજે  (શુક્રવારે) એટલે કે, 10 ઓક્ટોબરના રોજ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં હવામાન ફરી એકવાર બદલાયું છે, જેના પરિણામે બે દિવસ ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે  ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી હતી. હવામાન વિભાગનું કહેવું છે કે પૂર્વ પાકિસ્તાનથી સક્રિય પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ભેજ વધી રહ્યો છે. પરિણામે, રાજસ્થાનમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.

અમદાવાદમાં વાદયછાયું વાતાવરણ 

આગામી 3-4 દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય ભાગોમાંથી સત્તાવાર રીતે વિદાય લે તેવી સંભાવના છે, જોકે ત્યાં સુધી વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. દરમિયાન, અમદાવાદમાં પણ આજે હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ છે. 

દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય

આગામી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય થશે છે. ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

રાજ્યમાં સરેરાશ વરસાદ 

રાજ્યમાં સિઝનનો કુલ 117.88 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.48 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 116.92 ટકા, સૌરાષ્ટ્રમાં 108.40 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.92 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં  અમુક સ્થળે છૂટાછવાયા વરસાદની આગાહી છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, આગામી ત્રણ દિવસ ક્યાંય પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. 

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget