શોધખોળ કરો

આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ .

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી મહોલ છે. અમદાવાદ શહેરમાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી મહોલ છે. અમદાવાદ(Ahmedabad) શહેરમાં સતત ચાર દિવસથી વરસાદ (Rain)વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  3 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ક્યાંક ભારે તો અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

સૌરાષ્ટ્ર અને કચ્છમાં  17-18 તારીખે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.  રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ વરસાદ વરસી રહ્યો છે.  વૉકમાર્ક લો પ્રેશર અને વરસાદી ટર્ફની અસરોથી વરસાદ વરસી રહ્યો છે.  નવરાત્રીમાં છૂટો-છવાયો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં ચોમાસાની વિદાઈ 17 સેપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી થાય છે. નવરાત્રી ચોમાસાના વિદાઈ દરમિયાન આવે છે જેથી છૂટો-છવાયો વરસાદ વરસી શકે છે. 

અમદાવાદ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ

અમદાવાદમાં સતત ચોથા દિવસે વરસાદની એન્ટ્રી થઈ છે. શહેરના એસજી રોડ, પ્રહલાદનગર, ઈસ્કોન, આનંદનગર, સેટેલાઈટ  વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.  વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, ઈસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં હિલસ્ટેશન જેવો માહોલ થઇ ગયો હતો. દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન ઘટીને ૩0 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં હજુ આગામી બે દિવસ વરસાદની સંભાવના છે.

અમદાવાદ શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો છે.  શહેરના વિવિધ વિસ્તારો બોડકદેવ, સેટેલાઈટ, બોપલ, ઈસ્કોન, એસજી હાઈવે, જોધપુર, વેજલપુર, સરખેજ, મણિનગર, ઈસનપુર, સરસપુર, અસારવા, ગોતા, રાણીપ, ચાંદખેડા, વસ્ત્રાલ, નરોડા, નારોલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે શહેરભરમાં વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું. બપોર પડતાં જ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો.  પશ્ચિમ ઝોનમાં સીઝનનો 43 ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. સાંજે આવેલા ધોધમારને લીધે અખબારનગર અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. શહેરની 28 ઈંચ વરસાદની જરૂરિયાત સામે અત્યારસુધીમાં 37 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે.  વરસાદને પગલે રાબેતા મુજબ જ પાણી ભરાવાવની સમસ્યા સર્જાતાં વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
Embed widget