શોધખોળ કરો

Rain updates: સાત દિવસ રહેશે વરસાદી માહોલ, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મધ્ય પાકિસ્તાન, જમ્મુ સિસ્ટમથી ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી.
  • નૈઋત્યનું ચોમાસું મંગલુરુ પહોંચ્યું, ગુજરાતમાં 15 જૂને આગમન શક્ય.
  • ચોમાસું ગોવા સહિત સાત રાજ્યોમાં પહોંચ્યું, ભારે વરસાદની આગાહી.

મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે  સૌરાષ્ટ્રના ગીર સોમનાથ,અમરેલી,ભાવનગરની સાથે મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. 

તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ હતી.  ચોમાસા અંગે હવામાન વિભાગે માહિતી આપી કે નૈઋત્યનું ચોમાસું કેરલમથી આગળ વધીને મેંગ્લોર પહોંચ્યું છે. અને આગામી 15 જૂન આસપાસ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ શકે છે. તો 10-11 જૂનની આસપાસ મુંબઈ પહોંચશે.

છેલ્લા 48 કલાકમાં ગોવા સહિત સાત રાજ્યોમાં ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ગોવા, મહારાષ્ટ્ર સાથે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજયોમાં તે આગળ વધી ગયું છે. આગામી સાત દિવસ કેરલમ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, તેમજ પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તમિલનાડુમાં 9મી જુન સુધીમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. આગામી 3 દિવસમાં ચોમાસું આસામ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, બંગાળમાં અને 10 દિવસમાં બિહાર, ઝારખંડ અને ઓડિશા પહોંચી શકે છે. તો 20 જૂન સુધીમાં ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?

હવામાન વિભાગની વિગતવાર માહિતી અનુસાર, હાલમાં મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ ઉપરાંત, જમ્મુમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ થયું છે. આ 3 શક્તિશાળી સિસ્ટમની સંયુક્ત અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ઠેર-ઠેર પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળશે.

મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી થવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને છોટા ઉદેપુરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે.                                         

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી છે?

આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર (ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર) અને મધ્ય ગુજરાત (છોટા ઉદેપુર) માં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થવાની શક્યતા છે?

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં ચોમાસાનું આગમન આશરે 15 જૂનની આસપાસ થઈ શકે છે. નૈઋત્યનું ચોમાસું હાલ કેરલમથી આગળ વધીને મેંગ્લોર પહોંચી ગયું છે.

ગુજરાતમાં આગામી વરસાદ કઈ સિસ્ટમના કારણે આવશે?

મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર છે. આ ઉપરાંત, જમ્મુમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આગામી વરસાદ માટે કારણભૂત બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
Advertisement

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget