શોધખોળ કરો

Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ

 Gujarat Rain Updates: હવામાન વિભાગે જુલાઈના અંતમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો આગામી 5 દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસશે

 Gujarat Rain Updates: રાજ્યમાં કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ.. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં 12 તાલુકાઓમાં એકથી અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વાલોડમાં 2.44 ઈંચ નોંધાયો છે. જ્યારે ઉમરગામમાં 2.40 ઈંચ, વ્યારામાં 2.24 ઈંચ, ઉકાઈમાં 2.09 ઈંચ અને સુરત શહેરમાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ચીખલીમાં 1.18 ઈંચ, ઉમરપાડામાં 1.10 ઈંચ, ધરમપુર અને મહુવામાં 1.06-1.06 ઈંચ તેમજ નવસારી અને જલાલપોરમાં 1.02-1.02 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ડેડિયાપાડા, ખેરગામ અને અંકલેશ્વરમાં 0.94 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

10 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું એલર્ટ 
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારે 10 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, તાપી અને નવસારી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આજે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આજે મધ્ય ગુજકાતના અનેક જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ ઝોનમાં પણ હળવો વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,આણંદ,ખેડા,પંચમહાલ,દાહોદ,ભરૂચ,નર્મદા રાજકોટ,જામનગર,મોરબી,જૂનાગઢ,ગીર, સોમનાથ,અમરેલી,ભાવનગર,બોટાદ,સુરેન્દ્રનગર,કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં હાલ વરસાદનો થોડો વિરામ જોવા મળી રહ્યો છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 20 જુલાઈ સુધી માત્ર છૂટોછવાયો વરસાદ જોવા મળશે. પરંતુ, 22 જુલાઈથી મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરશે અને વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. એટલું જ નહીં, 27 થી 30 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ
Gujarat Rain: ગુજરાતમાં આવતીકાલથી મેઘરાજાની નવી ઇનિંગ્સ, શનિ-રવિ સાર્વત્રિક વરસાદનું યલો એલર્ટ
Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
Analog Paneer: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં તંત્ર થયું દોડતું, એક જ દિવસમાં 156 એકમો પર દરોડા
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Advertisement

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Embed widget